ભરૂચમાં EDનો સપાટો, 183 કરોડનો પોન્ઝી કૌભાંડમાં બેની ધરપકડ

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ’QFON એપ’ ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી…

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ’QFON એપ’ ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની ઙખકઅ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ), 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીે 20 માર્ચ, એટલે કે 8 દિવસ EDની કસ્ટડીમાં રહેશે.

EDની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણેથી કુલ ₹2.51 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ કબજે લેવાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા. જોકે, તાજેતરમાં તેઓ નેપાળના રસ્તે ચોરીછૂપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ EDએ વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા.

ધરપકડ કરાયેલા સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીને 20 માર્ચ, 2026 સુધી એટલે કે 8 દિવસની ED કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે.

શું હતું ’QFON એપ’ કૌભાંડ?
આ કેસની શરૂૂઆત મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઋઈંછ પરથી થઈ હતી. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2%થી 10.5% જેટલા માતબર વળતરની લાલચ આપી હતી. આ એક ક્લાસિક ’પોન્ઝી સ્કીમ’ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને રિટર્ન આપવા માટે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹183 કરોડની ગેરકાયદેસર આવક સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *