દાઉદ સાથે કનેક્શન ધરાવતા ઉપલેટાના વેપારી સહિત 20 સ્થળે ઇડીના દરોડા

ગુજરાત-મહારાષ્ટ્રમાં હવાલા નેટવર્ક ખુલ્યું, છોડા શપીલના ખાસ સલીમ ડોલાની પૂછપછરમાં મોટો ખુલાસો; અબજોના બેનામી વ્યવહારો ખુલશે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ…

ગુજરાત-મહારાષ્ટ્રમાં હવાલા નેટવર્ક ખુલ્યું, છોડા શપીલના ખાસ સલીમ ડોલાની પૂછપછરમાં મોટો ખુલાસો; અબજોના બેનામી વ્યવહારો ખુલશે

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર મુંબઈ ઇડીની ઝોનલ ઓફિસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરી ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટના ઉપલેટા તેમજ મુંબઈ સહિત 20 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.
આ ઓપરેશન મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના કેસ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી સલીમ ઈસ્માઈલ ડોલા અને તેના સાથીદારો દ્વારા ચલાવવામાં આવતા એવા ડ્રગ્સ સિન્ડિકેટ સામે છે, જેનું નેટવર્ક કેટલાય દેશોમાં ફેલાયેલું છે અને તે હજારો કરોડ રૂૂપિયાના ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલું છે. ઈડીએ ગુજરાતમાં સલીમ ઈસ્માઈલ ડોલાના ડ્રગ્સ અને હવાલા નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન કરીને રાજકોટના ઉપલેટા માં હવાલા પાડવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.

ઈડીએ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન ધરાવતા તેના નજીકના અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર તરીકે કુખ્યાત બનેલા સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક ઉપર કાર્યવાહી કરી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટા, સુરત, અંકલેશ્વર, મુંબઈ સહિત 20 સ્થળે એક સાથે દરોડો પાડી ગેરકાયદેસર નાણાંની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

સલીમ ઈસ્માઈલ ડોલા અને તેના સાગ્રીતો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે નાણાંની હેરફેર તેમજ ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવી રહી હોય આખરે ઈડીએ ગાળિયો કસ્યો છે. આ ડ્રગ્સ નેટવર્ક અનેક દેશ સુધી ફેલાયેલું છે અને તેની કિંમત હજારો કરોડો રૂૂપિયા સુધી થવા જાય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સલીમ ડોલાનો તુર્કીથી કબજો મેળવ્યો હતો.

સલીમ ડોલાને દાઉદ ઈબ્રાહિમનો અત્યંત નજીકનો વ્યક્તિ ગણવામાં આવે છે. ઈડીનો દાવો છે કે તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ ડ્રગ્સના પૈસા હવાલા મારફતે લેવામાં આવી રહ્યા હોય તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાનું નામ પણ આવ્યું છે. આ દરોડા ઉપલેટા સહિતના 20 સ્થળે એવા લોકો અને સંસ્થાઓ પર પાડવામાં આવ્યા છે જે આ ઉપલેટા, અંકલેશ્વર, સુરત સહિતના 20 સ્થળે ઈડી ત્રાટક્યું છે ત્યારે આ દરોડા એવા લોકો અને સંસ્થાઓ ઉપર પાડવામાં આવ્યા છે જે ગેરકાયદેસર નેટવર્કનો હિસ્સો રહ્યા છે. ખાસ કરીને કેમિકલ્સના સપ્લાયર, કેમિકલના કારોબાર સાથે જોડાયેલા વચેટિયા, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનના ઉત્પાદક અને વિતકર સામેલ છે. આ ઉપરાંત હવાલા ઓપરેટરો અને બેનામી સંપત્તિઓના માલિકો ઉપર પણ તપાસનો ગાળિયો કસાયો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગેરકાયદેસર કમાણીનું ધન હવાલા ચેનલો દ્વારા અલગ-અલગ શહેરોમાં મોકલવામાં આવતું હતું જેથી તેની અસલ ઓળખ છુપાવી શકાય. આ ધનનો વિવિધ લોકોના નામે ચલ-અચલ સંપત્તિ ખરીદવા માટે ઉપયોગ થઈ રહ્યો હતો.

આ સમગ્ર નેટવર્કમાં હવાલા ઓપરેટરો, જેમણે આ પ્રકારના નેટવર્કની કમાણીમાંથી બેનામી મિલકતો ખરીદી છે, તેઓ પણ તપાસના ઘેરાવામાં છે તથા સુરત-અંકલેશ્વર આસપાસ જે કેમિકલ ઉત્પાદકોની ફેક્ટરીઓ છે ત્યાં પણ તપાસ ચાલી રહી છે. ઈડીએ આ સંબંધી અનેક એફઆઈઆરના આધારે તપાસ લંબાવી હતી. આ નેટવર્કમાં માદક દ્રવ્યોના વ્યાપાર સાથે સંકળાયેલા લોકોની પૂરી યાદી તૈયાર કરવામાં આવી હતી અને ઉત્પાદનની સપ્લાય, તેમાં નાણાં આપનારા, હવાલા નેટવર્ક તથા ટ્રાન્સપોર્ટ કરનારાઓ સામે આ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. જેમાં કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે તથા કેટલાક રિયલ એસ્ટેટ એજન્ટોની પણ તપાસ થઈ રહી છે. આમ આંતરરાષ્ટ્રીય ડ્રગ વ્યાપારમાં દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ઉત્પાદન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *