ગુજરાતમાં મેઘમહેર યથાવત્: 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ અને બનાસકાંઠાના વડગામમાં 3.11 ઈંચ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના…

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ અને બનાસકાંઠાના વડગામમાં 3.11 ઈંચ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના અન્ય 6 તાલુકામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સક્રિય સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે.

આજે દાહોદ અને છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાવાને કારણે પવનની ગતિ વધવાની શક્યતા છે. દરિયામાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સ અને વધીને 25 નોટ્સ સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધતા દરિયો રફથી મોડરેટ રહેવાની શક્યતા છે. જેને પગલે માછીમારોને સુરક્ષાના કારણોસર દરિયામાં ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *