શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ

  ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે…

 

ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. ખાસ વાત એ છે કે નકારાત્મક બજારમાં પણ જિયોના આઈપીઓએ રોકાણકારોને નફો કરાવ્યો છે. 21.36% ના નફા સાથે જિયોનું આઈપીઓ 239 રૂપિયાના ઉછાળા સાથે 1358 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે. જિયો આઈપીઓની કિંમત 1119 રૂપિયા હતી. જેની સામે રોકાણકારોને હવે 239 રૂપિયાનો તરત જ નફો થયો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ અગાઉના 73,598ના બંધ સ્તરની સરખામણીએ 73,253 પર ખુલ્યો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં જ તેમાં 826 પોઈન્ટનો કડાકો બોલાયો હતો અને સેન્સેક્સ 72,772ના સ્તરે પહોંચી ગયો હતો.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઘટાડા સાથે ખુલ્યો હતો. અગાઉના 22,749ના બંધ સ્તરની સરખામણીએ નિફ્ટી 22,678 પર ખુલ્યો હતો. ત્યારબાદ તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને તે 22,540ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.

બજારમાં સૌથી વધુ દબાણ IT સેક્ટરના શેરોમાં જોવા મળ્યું હતું. ઇન્ફોસિસ, TCS, HCL ટેક અને ટેક મહિન્દ્રા જેવી મોટી કંપનીઓના શેરોમાં વેચવાલીથી આ ક્ષેત્રના રોકાણકારોની ચિંતા વધી હતી.

નોંધનીય છે કે બુધવારે મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સના IPOની લિસ્ટિંગને લઈને પણ બજારમાં ખાસ ચર્ચા હતી. જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો છે, જે તેના ₹1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12.10 લાખ કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *