જેતપુર શેહર અને તાલુકામાં આજે 2.15 આસપાસ ભેદી ધડાકા સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં ગભરાઇને લોકો દોડીને ઘર અને દુકાનોની બહાર નીકળી ગયા હતા.
આ પ્રચંડ ધડાકાનો અવાજ જેતપુર ગ્રામ્ય પંથકના જેતલસર, ચાપરાજપુર, દેરડી તેમજ જેતપુરના તમામ વિસ્તારમાં સંભળાયો હતો. એટલું જ નહીં, ત્રણેક સેક્ધડ સુધી ધડાકાના કંપનથી ધરતી ધ્રુજી ઉઠી હતી.
જેતપુર શેહર અને ગ્રામ્ય વિસ્તારમાં આ ભેદી ધડાકાથી લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો છે. જેતપુર શહેર અને તાલુકાના મોટાભાગના ગામડાઓમાં લોકોએ ધડાકો સાંભળ્યો હતો. બીજી બાજુ જેતપુર તંત્રએ ભૂકંપની પુષ્ટી આપી નથી. જેતપુર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તોરોમાં ધડાકો એ ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એવું લાગ્યું છે.
જો કે, સિસ્મોલોજી સેન્ટરમાં ધરતીકંપની કોઇ નોંધ થયેલ નથી. ત્યારે આ પ્રચંડ ધડાકા સાથે ધરતીમાં કંપન શેના કારણે આવ્યું તે અંગે તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.