ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મતદારોની સંખ્યામાં 13.24 ટકાનો ઘટાડો થયો છે. આ માહિતી એઘઈ ડેટા પરથી મળી છે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાવાની છે. ચૂંટણી પંચ અને રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ પાંચ રાજ્યોમાં મતદારોની સંખ્યા SIR પહેલા લગભગ 18.71 કરોડ હતી, જે હવે ઘટીને 16.43 કરોડ થઇ છે. આમ કુલ મળીને લગભગ 2.29 કરોડ મતદારો ઘટી ગયા છે.
ઉત્તર પ્રદેશ, જે રાજ્યોમાં સૌથી વધુ મતદારો છે, ત્યાં કુલ ઘટાડાનો લગભગ 90 ટકા હિસ્સો છે. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કામાં SIR કરવામાં આવ્યું હતું. અહીં પહેલા મતદારોની સંખ્યા 15.44 કરોડ હતી, જે SIR પ્રક્રિયા બાદ ઘટીને 12.56 કરોડ થઈ ગઈ છે અને અંતિમ મતદાર યાદીમાં વધીને 13.40 કરોડ થઈ ગઈ છે.
આ રીતે મતદારોની ચોખ્ખી સંખ્યામાં લગભગ 2.04 કરોડ એટલે કે 13.24 ટકાનો ઘટાડો થયો છે, જે આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ છે. SIR ડ્રાફ્ટ લિસ્ટમાંથી લગભગ 2.89 કરોડ નામો હટાવવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 0.84 કરોડ (લગભગ 29 ટકા) નામોને ફરીથી સામેલ કરવામાં આવ્યા હતા.
પંજાબમાં SIR પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવી હતી. અહીં મતદાતાની કુલ સંખ્યા 2.15 કરોડ થી ઘટીને SIR યાદીમાં 1.94 કરોડ થઇ ગઇ છે અને અંતિમ SIR યાદીમાં વધીને 2.01 કરોડ થઈ છે. આ રીતે મતદારોની સંખ્યામાં લગભગ 0.14 કરોડ એટલે કે 6.34 ટકાનો ઘટાડો થયો છે.
આ પાંચ રાજ્યોમાં પંજાબમાં મતદાર યાદીમાંથી હટાવેલા નામોની સૌથી વધુ ફરી નોંધવામાં આવ્યા છે. ડ્રાફ્ટ SIR લિસ્ટમાંથી હટાવવામાં આવેલા લગભગ 0.21 કરોડ નામોમાંથી લગભગ 0.07 કરોડ (લગભગ 34 ટકા) નામોને મતદાર યાદીમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં ત્રીજા તબક્કામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મતદારોની સંખ્યા 0.80 કરોડથી ઘટીને 0.71 કરોડ થઈ ગઈ હતી અને ફરીથી નામ ઉમેર્યા બાદ આખરે તે ઘટીને 0.72 કરોડ થઈ ગઈ હતી. મતદારોની સંખ્યામાં કુલ ઘટાડો લગભગ 0.08 કરોડ કે 10.07 ટકા હતો.
ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા નામોમાંથી, ફક્ત 0.0025 કરોડ નામો ફરીથી ઉમેરવામાં આવ્યા હતા, જે કાઢી નાખવામાં આવેલા કુલ નામોના લગભગ ત્રણ ટકા છે.
મણિપુરમાં પણ ત્રીજા તબક્કામાં SIR સુધારણા કરવામાં આવી હતી. ત્યાં મતદારોની સંખ્યા 0.209 કરોડથી ઘટીને 0.193 કરોડ રહી ગઇ અને છેવટે 0.196 કરોડ થઈ ગઈ છે. મતદારોની સંખ્યામાં કુલ ચોખ્ખો ઘટાડો લગભગ 0.013 કરોડ અથવા 6.33 ટકા હતો, જે પંજાબ જેટલો જ છે. આંકડા અનુસાર, SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી હટાવવામાં આવેલા લગભગ 17 ટકા નામોને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે.
ગોવામાં બીજા તબક્કામાં SIR સુધારણા હાથ ધરવામાં આવી હતી. ત્યાં મતદારોની સંખ્યા 0.1185 કરોડથી ઘટીને 0.1085 કરોડ થઈ ગઈ હતી અને ત્યારબાદ વધુ ઘટીને 0.1058 કરોડ થઈ ગઈ હતી. ગોવામાં મતદારોની સંખ્યામાં એકંદરે ઘટાડો લગભગ 0.013 કરોડ અથવા 10.76 ટકા હતો.
મતદાર જાગૃતિ ઝુંબેશ પર ચૂંટણી પંચનો ઇજારો નથી: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ચૂંટણી પંચ પાસે ’મતદાર જાગૃતિ અભિયાન’ ચલાવવાનો એકાધિકાર નથી, જ્યારે અરુણા રોયની આગેવાની હેઠળના નાગરિક સમાજ જૂથને મતદારોને પ્રતિનિધિઓ કાળજીપૂર્વક પસંદ કરવા અને લાંચ માટે તેમના મતોની આપ-લે ન કરવા માટે શિક્ષિત કરવા માટે ઝુંબેશ ચલાવવાની મંજૂરી આપવાના ચૂંટણી પંચના ઇનકારને નકારી કાઢ્યો. રાજસ્થાન રાજ્ય ચૂંટણી પંચના 9 ઓક્ટોબરના રોજ નાગરિક સમાજને આ સંદર્ભમાં પરવાનગી આપવાનો ઇનકાર કરવાના આદેશને રદબાતલ કરતા, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનની બેન્ચે 14 નવેમ્બરે યોજાનારી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા માટે તેમના પ્રતિનિધિત્વ પર વિચાર કરવા માટે SEC ને 48 કલાકનો સમય આપ્યો. બેન્ચે SEC ને જણાવ્યું હતું કે ઊઈ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો ચલાવવાનો અર્થ એ નથી કે અન્ય લોકોને સમાન પ્રવૃત્તિઓ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે. “જો તેઓ કોઈ ભ્રષ્ટ પ્રથાઓ કરે છે અથવા તેમાં સામેલ થાય છે, તો તમે તેને સુધારવા માટે ત્યાં છો. પરંતુ તમે મતદાર જાગૃતિ અભિયાનોનો એકાધિકાર કરી શકતા નથી. દરેકને આવું કરવાનો અધિકાર છે.”
