દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન: પુણેના ડોનજે ગામમાં થશે અંતિમ સંસ્કાર

  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું આજે 75 વર્ષની વયે અવસાન થયું છે.ગુરુવારે સવારે ગોવા સ્થિત પોતાના ફ્લેટ પર છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તેઓ…

 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું આજે 75 વર્ષની વયે અવસાન થયું છે.ગુરુવારે સવારે ગોવા સ્થિત પોતાના ફ્લેટ પર છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.તેમનું નિધન થતાં સમગ્ર બોલિવૂડ, મરાઠી સિનેમા જગત અને રાજકીય જગતમાં ઘેરો શોક છે.

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર પુણેના ડોનજે ગામમાં કરવામાં આવશે. ડોનજે ગામના ખેતરમાં તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવશે. પરિવારના જણાવ્યા મુજબ, ડોનજે ગામમાં જ અંતિમ સંસ્કાર કરવાની નાના પાટેકરની અંતિમ ઈચ્છા હતી. તેમના નિધનના સમાચારથી પરિવાર, ચાહકો અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

ડૉ. શેખર સાલકરના જણાવ્યા મુજબ નાના પાટેકરનું સવારે 5:20 વાગ્યે નિધન થયું. તેમના નિધન બાદ મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ગોવાની મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના હેડ ડો. શેખર સાલકરે ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પોતાના એક મિત્રને તબિયત સારી ન હોવાનો મેસેજ કર્યો હતો. મોડી રાત્રે મિત્રની નજર મેસેજ પર પડતાં તેઓ સવારે 4:00 વાગ્યે નાનાના ફ્લેટ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભારે પરસેવાથી રેબઝેબ હતા અને હાલત લથડી રહી હતી. તુરંત જ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી.’

ડૉક્ટરે વધુમાં કહ્યું કે, ‘હોસ્પિટલની ઈમરજન્સી ટીમ ફ્લેટ પર પહોંચી ત્યારે જ નાના અચેતન થઈ ગયા હતા. ટીમે તેમને એમ્બ્યુલન્સમાં જ સીપીઆર (CPR) આપવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલમાં લાવ્યા બાદ પણ ડૉક્ટરોએ સતત 45 મિનિટ સુધી કાર્ડિયાક મસાજ આપી તેમને બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ સવારે 5:20 વાગ્યે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલો મેડિકો-લીગલ કેસ હોવાથી તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ પણ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ખૂબ ઓછા કલાકારોમાં નાના પાટેકર જેવી ઊંડાઈ, પોતાની અલગ ઓળખ હતી. તેમણે દરેક પાત્રમાં શાનદાર વિવિધતા અને રચનાત્મકતા બતાવી અને એવા પાત્રો ભજવ્યા જેને આવનારી પેઢીઓ યાદ રાખશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *