મુંબઈના ન્હાવા શેવા પોર્ટ નજીક ક્ધટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS)માંથી આશરે ₹300 કરોડની કિંમતનું 55 કિલો મેથેમ્ફેટામિન જપ્ત કરાયું છે. આ કાર્યવાહીથી અફઘાનિસ્તાનના કંધારમાં આધારિત અને પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા હોવાના આરોપવાળા જાણીતા ડ્રગ ટ્રાફિકર મોહમ્મદ હસન હુસૈન દાદ ફરી એજન્સીઓના રડાર પર આવી ગયો છે.
હુસૈન દાદ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ટ્રેડના જૂના ખેલાડી માનવામાં આવે છે. તેઓ ભારતમાં મોટા પાયે હેરોઇન અને અન્ય ડ્રગ્સની સપ્લાય ચલાવતા હોવાના આરોપ છે. સ્રોતો અનુસાર, તેમના સિન્ડિકેટના નાણાંનો મોટો હિસ્સો આતંકવાદી જૂથોને ફંડ કરવા માટે વપરાય છે. તેઓ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ચાર્જશીટેડ પણ છે.
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી ચોક્કસ ઇન્ટેલિજન્સ પર આ ક્ધટેનરની તપાસ કરાઈ હતી. સિન્ડિકેટના હેન્ડલર્સે મુંબઈની ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ફર્મ્સ અને ઉત્તર પ્રદેશની એક ટ્રેડિંગ ફર્મ સાથે સંપર્ક સાધીને 22 ટન મકાઈના ક્ધસાઈનમેન્ટમાં ડ્રગ્સ છુપાવી હોવાનું જણાયું છે. એક બેગમાં મકાઈ સાથે મેથેમ્ફેટામિન મિક્સ કરેલું મળ્યું હતું.
એજન્સીઓ અનુસાર, હુસૈન દાદ અને તેમના ભાઈ મોહમ્મદ હસન દાદ કંધારથી આ સિન્ડિકેટ ચલાવે છે. તેઓ હસન હુસૈન લિ. નામની કોમર્શિયલ ફ્રન્ટ કંપનીનો ઉપયોગ કરીને મોટા પાયે હેરોઇન મોવ કરતા હોવાના આરોપ છે. અગાઉ તેમના સિન્ડિકેટે 2,998 કિલો ડ્રગ્સ (આશરે ₹21,000 કરોડની કિંમત) ભારતમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો, જેને એજન્સીઓએ ઝડપી લીધો હતો.
NIAની ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, હુસૈન લશ્કર-એ-તૈયબા સાથે મળીને કામ કરે છે. ડ્રગ ટ્રેડના મલ્ટી-બિલિયન ડોલરના આવકને હવાલા નેટવર્ક દ્વારા ફંડ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ભારત વિરોધી તથા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય છે. કેટલાક અધિકારીઓનો આક્ષેપ છે કે આ નેટવર્કના નાણાં પહલગામ આતંકવાદી હુમલામાં પણ વપરાયા હતા.
સલીમ ડોલા (દાઉદ ઇબ્રાહિમના મુખ્ય સહાયક)ની ધરપકડ બાદ સિન્ડિકેટે કંઈક અંશે નીચી પ્રોફાઈલ રાખી હતી. પરંતુ હવે ઈંજઈંને આતંકવાદી જૂથો માટે ફંડની જરૂૂરિયાત વધી હોવાથી હુસૈન જેવા ઓપરેટર્સ ફરી મોટા પાયે કાર્યવાહી કરી શકે છે, એવું અધિકારીઓનું કહેવું છે.
