ડ્રગ્સની હેરાફેરીનો સૂત્રધાર નવપ્રીત તુર્કીથી દેશનિકાલ

ભારત લાવવામાં આવ્યો હોવાનું જાહેર કરતા ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરી (નાર્કો-ટ્રાફિકિંગ) કરનાર મુખ્ય સૂત્રધાર નવપ્રીત સિંહને તુર્કીથી દેશનિકાલ…

ભારત લાવવામાં આવ્યો હોવાનું જાહેર કરતા ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરી (નાર્કો-ટ્રાફિકિંગ) કરનાર મુખ્ય સૂત્રધાર નવપ્રીત સિંહને તુર્કીથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. આને “મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ” ગણાવતા, શાહે ’ડ’ પર પોસ્ટ કર્યું કે સિંહે ’નવાબ વિર્ક’ની ખોટી ઓળખ હેઠળ તુર્કીની નાગરિકતા મેળવી હતી અને અફઘાનિસ્તાનથી ભારત હેરોઈન અને મેથામ્ફેટામાઈનની દાણચોરી કરવાનું ચાલુ રાખ્યું હતું.

શાહે કહ્યું, “અમારી એજન્સીઓએ તેની સાચી ઓળખ જાહેર કરવા માટે એક પછી એક પડદો ઉઠાવીને તેને શોધી કાઢ્યો અને તેના દેશનિકાલની પ્રક્રિયા સુનિશ્ચિત કરી. આજે તેને ભારત પાછો લાવવામાં આવ્યો છે અને ડ્રગ્સની હેરાફેરી તથા અન્ય ગુનાઓના કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેમણે આ સફળતા બદલ તમામ એજન્સીઓને અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *