તહેવારો આવતા જ ડ્રગ સિન્ડિકેટ સક્રિય, અમદાવાદ એરપોર્ટ પરથી 48 કલાકમાં 8 કરોડનો ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેવારો આવતા જ ગાંજાની હેરાફેરીના કિસ્સાઓ અચાનક વધતા એરપોર્ટ કસ્ટમ વિભાગ એલર્ટ થઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં…

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેવારો આવતા જ ગાંજાની હેરાફેરીના કિસ્સાઓ અચાનક વધતા એરપોર્ટ કસ્ટમ વિભાગ એલર્ટ થઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટ (અઈંઞ)ના અધિકારીઓએ ગાંજાની હેરાફેરીના બે કેસ ઝડપી પાડ્યા છે. આ કેસોમાં ત્રણ પેસેન્જર પાસેથી અંદાજે રૂૂ.8 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

મંગળવારની વહેલી સવારે થાઇલેન્ડથી વિયેતનામ થઈ અમદાવાદ આવેલી 22 વર્ષીય યુવતીના હેન્ડબેગમાંથી રૂૂ.6 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ઘટનાના બીજા જ દિવસે થાઇલેન્ડથી અમદાવાદ આવેલા વડોદરાના દંપતીની ટ્રોલી બેગમાંથી 1.928 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 1.90 કરોડ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા મુજબ, દંપતીની ટ્રોલી બેગમાં પ્લાસ્ટિકના વેક્યૂમ પેકિંગમાં ગાંજાના 10 પેકેટ છુપાવવામાં આવ્યા હતા. પેકેટો ગ્રીનકલરના હતા અને એક્સ-રે તપાસ દરમિયાન શંકાસ્પદ હલચલ જણાતા બેગની વધુ તપાસ કરવામાં આવી હતી. પેકેટ ખોલતાં તેમાં હાઇબ્રિડ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.

પૂછપરછમાં પેસેન્જરે પોતે થાઇલેન્ડ ફરવા ગયો હોવાનું અને ત્યાંથી એક પાર્સલ અમદાવાદ પહોંચાડવા માટે તેને કહેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની બહાર એક વ્યક્તિ પાર્સલ લેવા માટે આવવાનો હોવાનું પણ તેને જણાવાયું હતું. જોકે, પેકેજ એક્સ-રે મશીનમાં આવતા જ સમગ્ર હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

કસ્ટમ વિભાગે બંને પેસેન્જરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓ હવે આ ગાંજો કોના કહેવાથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને ડિલિવર કરવાનો હતો તે અંગે તપાસ કરી રહ્યા છે.છેલ્લા બે દિવસમાં સતત બે કેસ સામે આવતા એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી અંગે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજાની હેરાફેરીમાં ઝડપાયેલા વડોદરાના અચલ ગોહિલ અને તેની પત્ની નિશા ગોહિલ કમિશનની લાલચમાં થાઈલેન્ડ ગયા હતા. સુરતના એક વ્યક્તિએ 300 ડોલર ચૂકવી બંનેની આવવા-જવાની ટિકિટ કરાવી હતી. તપાસમાં અચલ ગોહિલ વડોદરામાં રિક્ષા ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *