નાગરિકોએ હવે જાન્યુઆરીથી તેમની લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ની મુલાકાત લેવાની જરૂૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ઘરેથી જ જરૂૂરી પરીક્ષા ઓનલાઈન આપી શકે છે. વાહનવ્યવહાર વિભાગે વિગતોને આખરી ઓપ આપવા માટે એક સમિતિની રચના કરી છે અને ડિસેમ્બર સુધીમાં આ અંગેનો અહેવાલ સુપરત કરવાની યોજના બનાવી છે જેથી કરીને રાજ્યભરમાં આગામી વર્ષની શરૂૂઆતમાં ઓનલાઈન પરીક્ષા સિસ્ટમ લાગુ કરી શકાય.
ITI કેન્દ્રો, જે સામાન્ય રીતે ટેકનિકલ અને ઔદ્યોગિક કૌશલ્યોમાં વ્યાવસાયિક તાલીમ પૂરી પાડે છે, તેમને ત્રણ વર્ષ પહેલાં પ્રાદેશિક પરિવહન કચેરીઓ (છઝઘત) પરના કામના ભારણને ઘટાડવામાં મદદ કરવા માટે લર્નિંગ લાયસન્સિંગ ટેસ્ટ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, ભ્રષ્ટાચારના અહેવાલો સાથે આ કેન્દ્રોમાં લાંબા સમય સુધી રાહ જોવાના સમય અને અસુવિધા અંગે નાગરિકોની ફરિયાદોએ સરકારને વધુ સુવિધા અને પારદર્શિતા માટે ઓનલાઈન સિસ્ટમની શોધખોળ કરવા માટે પ્રેરિત કર્યા.
હાલમાં, નાગરિકોએ લર્નિંગ લાયસન્સ માટે ઑનલાઇન અરજી કરવી, તેમનો આધાર, ઉંમરનો પુરાવો અને સરનામું સબમિટ કરવું અને ફી તરીકે રૂૂ. 1,000 ચૂકવવાની જરૂૂર છે. ત્યારબાદ તેઓએ ઈંઝઈં ખાતે એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે, જ્યાં ક્વોલિફાય થવા માટે તેમણે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટમાં પંદરમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. 30 દિવસ પછી ડ્રાઇવિંગ ટેસ્ટ જરૂૂરી છે.
વહીવટી ભાર ઘટવાની અપેક્ષા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવહન વિભાગ આ હેતુ માટે હાલના પરિવાહન પોર્ટલ અથવા નવી વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે વિકલ્પોની શોધ કરી રહ્યું છે. આ ફેરફાર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે, નાગરિકો માટે તેને સરળ બનાવશે અને ઈંઝઈં કેન્દ્રો પરનો વહીવટી ભાર ઘટાડશે તેવી અપેક્ષા છે.
