આગ ઝરતા ઉનાળામાં રાહત આપતી પ્રાથમિક સુવિધાથી દૈનિક 50 હજારથી વધુ પ્રવાસીઓ વંચિત: હિત રક્ષક સમિતિ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત: યાત્રિકો વેચાતુ પાણી ખરીદવા મજબૂર
હાલ રાજકોટ માં વેકેશનને પગલે બસપોર્ટ પર અંદાજે એકાદ લાખ ની અવરજવર મુસાફરોની રહે છે અને એસ.ટી ને ધૂમ કમાણી થઈ રહી છે. એસ.ટી તંત્ર દ્વારા ટૂંકાગાળામાં 35 ટકા ભાડા વધારા સાથે વાર્ષિક અંદાજે 1500 કરોડ રૂૂપિયા ની આવક થઈ રહી છે અને તેમ છતાં ગઈકાલે બપોરના ધોમ ધખતા તાપમાં મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા હતા.
એસ.ટી બસ પોર્ટ ના તમામ પરબો શોભાના ગાંઠીયા જેવા બની ગયા હતા. અને હજારો મુસાફરો જ્યારે પાણી પીવા માટે જાય કે પોતાની સાથે રહેલ બોટલમાં પાણી ભરવા જતા ભોઠા પડતા હતા. તમામ પરબો પર પાણીનું એક ટીપું આવતું નહોતું અને પાણી બંધ છે એ અંગેના કોઈ બોર્ડ મારેલ હતા નહીં.
આ અંગેની જાણ ગજેન્દ્રસિંહ ઝાલાને થતા તેઓ એસ.ટી બસ પોર્ટ ખાતે રૂૂબરૂૂ દોડી ગયા હતા અને ટ્રાફિક કંટ્રોલર અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ નું ધ્યાન દોરી તાત્કાલિક પાણી ના તમામ પરબો શરૂૂ કરવા રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ થોડી કલાકો પછી પરબો ચાલુ કરવામાં આવ્યા હતા પરંતુ કલાકો સુધી પાણી બંધ રહ્યું હતું તે અંગે જવાબદાર કોણ ? અગાઉ ડેપો મેનેજરને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પાણીની બોટલો વિતરણ કરવામાં આવી હતી અને જે પરબ બંધ હોય તે સ્થળે મુસાફરોના હિતમાં પાણીની નાંદ અથવા પાણીના કેરબા મુકવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એ રજૂઆત નું અમલીકરણ ન કરવામાં આવતા ગઈકાલે હજારો મુસાફરોને કલાકો સુધી પાણી માટે વલખા મારવા પડ્યા હતા અને ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનોની હાલત કફોડી બની હતી.
કલાકો સુધી પીવાનું પાણી બંધ કરી દેવાનું વ્યવસ્થિત કારસ્તાન અને કોન્ટ્રાક્ટર અને ડેપો મેનેજરની મિલીભગતથી એસ.ટી બસ પોર્ટ માં પાણી વેચતા ધંધાર્થીઓને ખટાવવાનું ષડયંત્ર છે કે કેમ ? તેની તટસ્થ તપાસ થવી જોઈએ કારણકે તમામ પાણીના પરબો બપોરના સમયે જ બંધ કરી દેવામાં આવ્યા હતા બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી કોન્ટ્રાક્ટર અને ડેપો મેનેજર પર દંડનીય કાર્યવાહી કરવા રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત એસટી નિગમના એમડી અને રાજકોટના વિભાગીય નિયામકને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
બસપોર્ટના કર્મચારીઓ દ્વારા 1000 લીટર છાશનું વિતરણ
તા.1લી મેએ એસ.ટી.ના સ્થાપના દિવસે રાજકોટ બસપોર્ટ પર રાજકોટ ડેપોના કર્મચારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1000 લીટર છાશ વિતરણ કાઇ હતી જેનો 5000થી વધારે મુસાફરોએ લાભ લીધો હતો.
