દેશના સૌથી નાની ઉંચાઈના ભાવનગરના ડો. ગણેશ બારૈયા હવે KBCમાં ચમકશે

દ્રઢ મનોબળ અને અથાક પરિશ્રમ આગળ આર્થિક મર્યાદાઓ પણ નગણ્ય થઈ જાય છે તે વાત ભાવનગરની સર ટી. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. ગણેશ બારૈયાએ સાબિત…

દ્રઢ મનોબળ અને અથાક પરિશ્રમ આગળ આર્થિક મર્યાદાઓ પણ નગણ્ય થઈ જાય છે તે વાત ભાવનગરની સર ટી. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. ગણેશ બારૈયાએ સાબિત કરી બતાવી છે. દેશના સૌથી નાના ઊંચાઈ ધરાવતા તબીબ તરીકે ઓળખ ધરાવતા ડો. ગણેશ બારૈયા અને તેમના ડોક્ટર બનવાના સફરના પ્રેરણાદાતા એવા ગુરુ ડો. દલપત કાતરિયાની અનોખી જોડી હવે દેશના લોકપ્રિય ક્વિઝ શો ’કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર જોવા મળશે.

પ્રાપ્ત માહિતી મુજબ કરોડપતિ ના મેકર્સ દ્વારા તેમને સત્તાવાર નિમંત્રણ મળ્યું છે. આ સંદર્ભે આગામી 24 અને 25 તારીખના રોજ ઊંઇઈ ની વિશેષ ટીમ ભાવનગર ખાતે આવીને તેમની સાહસયાત્રા પર એક શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ કરશે. ત્યારબાદ, તા. 29 જુલાઈના રોજ ચાર દિવસના શૂટિંગ શિડ્યુલ માટે તેઓને મુંબઈ સ્થિત ફિલ્મસિટી ખાતે બોલાવવામાં આવ્યા છે. ત્યાં ડો. ગણેશ બારૈયા અને ડો. દલપત કાતરિયા હોટસીટ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સમક્ષ બેસીને તેમના પ્રશ્નોના જવાબો આપશે. ભાવનગરના આ ગૌરવવંતા પુત્રોને ટીવીના પડદા પર જોવા માટે સમગ્ર ગુજરાત ઉત્સુક બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *