જામનગર ની સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજ ના એનેસ્થેશિયોલોજી વિભાગ ના એડી. પ્રોફેસર ડો. દિપક રાવલ સામે થયેલ જાતિય સતામણી ના આક્ષેપો અંગે નિમાયેલ તપાસ સમિતિ એ ડો. દિપક રાવલ ને ક્લીનચીટ આપી છે.ડો. દિપક રાવલ સામે જાતિય સતામણીના આક્ષેપો અંગેના અહેવાલ પ્રકાશીત થતા જ મેડિકલ કોલેજ ના ડીન ડો. નંદિની દેસાઈ દ્વારા તપાસ કમિટી ની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા એનેસ્થેશિયોલોજી વિભાગ ના વિદ્યાર્થીઓ ઉપરાંત નર્સિંગ સ્ટાફ, અમુક ડોક્ટરો મળી આશરે 60 લોકોના નિવેદન નોંધ્યા હતાં.
પરંતુ આપેક્ષો ને કોઈ સમર્થન મળ્યું ન હતું.આખરે તપાસ કમિટીના અહેવાલ પછી ફાઈનલ રિપોર્ટ ગત તા. ર6 ના ડો. રાવલ ને મળ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જાતિય સતામણી નો કોઈ કિસ્સો ગત્ વર્ષમાં અથવા તાજેતરમાં નોંધાયેલ નથી.ડો. દિપક રાવલના પત્ની ડો. સુહાગ દિપક રાવલ એ એક લેખિત નિવેદનમાં જણાવ્યા મુજબ તેમના પતિ ર7 વર્ષ થી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમના વિરૂૂદ્ધ આજ સુધી એક પણ ફરિયાદ થવા પામી નથી અને તેમને બેસ્ટ ટીચર તરીકે નો બોલ્ટ એવોર્ડ તા. 1પ-10-ર004 ના અમદાવાદમાં કે.કે. શાસ્ત્રી ના હસ્તે મળ્યો હતો. તથા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી નવી દિલ્હી દ્વારા પીજીડી એમએચએમની ડીગ્રી વર્ષ ર007-ર008 મા તેમને મળી હતી. તેઓ કોલેજ ની અનેક કમિટી માં નોડલ ઓફિસર તરીકે સેવા આપે છે. જીએમટીએ જામનગરના પ્રેસિડેન્ટ છે.ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેશિયોલોજીની જામનગર બ્રાન્ચમાં વર્ષ સુધી સેક્રેટરી તરીકે તથા આઈએમએ જામનગર બ્રાન્ચ માં સપોર્ટ સેક્રેટરી તરીકે સેવા આપી છે.
રાજ્યમાં યોજાતી એનેસ્થેશિયોલોજી વિભાગની કોન્ફરન્સમાં ચેરપર્સન તરીકે પસંદ થયા હતાં તથા નેશનલ મેડિકલ કમિટીની નવી દિલ્હીમાં પણ તેઓ પોતાના વિભાગમાંથી માત્ર એકલા જ પસંદ થયા હતાં. તેઓ એમએનસી એસેસર તરીકે વર્ષથી ફરજ બજાવે છે. તાજેતરમાં આઈઆઈપીએચ-ગાંધીનગર દ્વારા સ્ટેટ હેલ્થ લીડરશીપ એન્હાસમેન્ટ પ્રોગ્રામ ર0ર3-ર4 માં ભાગ લઈ સર્ટીફિકેટ મેળવ્યું હતું. આમ પોતાના પતિ ઉજળી કારકિર્દી ધરાવે છે, પરંતુ અમુક સંજોગોના કારણે ઊભી થયેલ આકરી અગ્નિ પરીક્ષામાંથી સુખરૂૂપ બહાર આવ્યા છે.