એક જ દિવસમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટયું: બપોરે 38 ડિગ્રી સુધીની ગરમી
ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે અને શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. ત્યારે ક્યારેક તાપમાનમાં વધારો તો ક્યારે ઘટાડો થઈ રહ્યો છે. નલિયામાં એક સાથે ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે.
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં એક જ દિવસમાં 4 ડિગ્રીથી વધારે તાપમાન ઘટીને 15 ડિગ્રીએ પહોંચ્યું હતું. 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.3 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું.
ગુજરાતમાં અત્યારે બે તરફી વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરમાં તાપમાન કોઈ મોટો ફેરફાર થયો નથી. અમદાવાદમાં તાપમાન સામાન્ય વધીને 21.9 ડિગ્રી લઘુતમ તાપમાન વધ્યું હતું. ગાંધીનગરમાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 21.2 ડિગ્રી જ્યારે સુરતમાં 21.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
24 કલાક બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે: IMD
અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.