યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઇકાલે સાઉદી અરેબિયા પર મોટો હુમલો કર્યો, જેમાં 11 નાગરિકો ઘાયલ થયા. ઘાયલોમાં ચાર વર્ષનો બાળક પણ સામેલ છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધન દળોએ આજે જણાવ્યું હતું કે આ હુમલાઓ યમનની સરહદ નજીક આવેલા દક્ષિણી વિસ્તારમાં નઝરાનમાં થયા હતા. ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ હુથીઓ પર આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરીને ઇરાદાપૂર્વક નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને અહેવાલ આપ્યો છે કે હુથી બળવાખોરોએ ગુરુવારે મોડી રાત્રે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જે નઝરાનના રહેણાંક વિસ્તારોમાં પડ્યો હતો. ઘાયલોમાં સાત સાઉદી નાગરિકો, એક યેમેની, બે ઇજિપ્તીયન અને એક પાકિસ્તાની નાગરિકનો સમાવેશ થાય છે. અલ-મલિકીએ જણાવ્યું હતું કે ઘાયલ સાઉદી નાગરિકોમાં એક મહિલા અને ચાર વર્ષનો બાળક શામેલ છે જે સેક્ધડ-ડિગ્રી બર્ન્સથી પીડાય છે.
બીજી તરફ મધ્ય અને પૂર્વી યમનમાં હુથી બળવાખોરોએ કરેલા સૌથી ભયંકર હુમલાના એક દિવસ પછી જ આ હુમલો થયો હતો. તે હુમલામાં સાઉદી સમર્થિત યમનની સરકારી દળોના ઓછામાં ઓછા 30 સૈનિકો માર્યા ગયા હતા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. એક હુથી નેતાએ દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં સાઉદી સમર્થિત સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના પરિણામે સેંકડો લોકો માર્યા ગયા હતા. યમનના અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે આ હુમલાઓમાં મારિબ અને હદ્રામૌત પ્રાંતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના લશ્કરી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી.
હુથીઓ દ્વારા કરવામાં આવેલા આ સતત હુમલાઓ એપ્રિલ 2022 માં યમનમાં ઔપચારિક યુદ્ધવિરામ પછી તણાવમાં સૌથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. તે યુદ્ધવિરામથી યમનમાં હુથીઓ અને સાઉદી નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચેની લડાઈ અટકી ગઈ હતી, અને ત્યાં સુધી પ્રમાણમાં શાંતિ પ્રવર્તી હતી. જો કે, ગયા મહિને ગઠબંધન દળોએ રાજધાની સનામાં ઈરાની વિમાનને અટકાવવા માટે હુમલો શરૂૂ કર્યો ત્યારે યુદ્ધવિરામનો ભંગ થયો હતો. ત્યારબાદ, હુથીઓએ સાઉદી બંદરોની દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી અને સાઉદી સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવવાનું શરૂૂ કર્યું.
