દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો

  ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત પડ્યા છે. જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા- પંચાયતની આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય…

 

ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત પડ્યા છે. જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા- પંચાયતની આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય બન્યા હતા. એવી જ રીતે ચૂંટણી પૂર્ણ થતા જ હાલ અલ્પેશ ઠાકોરનું નિવેદન હાલ ગુજરાતમાં ચર્ચામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરી, બિનજરૂૂરી ખર્ચા મુદ્દે સલાહ આપી છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચામાં આવી છે.
વિગતે વાત કરીએ તો, મહેસાણા જિલ્લાના વિસનગરમાં હાલ ઠાકોર સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. ત્યાં સમાજના અનેક અગ્રણી નેતા સહિત ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ હાજરી આપી હતી અને તેમણે સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા અતિશય ખર્ચા અને દેખાડાની પ્રથાઓ અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સાથે જ તેઓએ પોતાના વિરોધીઓને પણ મંચ પરથી નિવેદનબાજીમાં આડેહાથ લીધા હતા.

અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી સમાજને આહવાન કર્યું હતું કે, લગ્ન જેવા પ્રસંગમાં દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો. મધ્યમ વર્ગ ’બધા જોતા રહી જાય’ તેવા પ્રસંગો કરવાની લ્હાયમાં પાયમાલ થઈ રહ્યો છે અને સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી. આમ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને ખોટા ખર્ચ અને દેખાદેખી નહીં કરવા સલાહ આપી હતી, સાથે જ તેમણે વિરોધીઓને પણ આડેહાથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *