સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસો. દ્વારા 5મી જાન્યુઆરીના ડોગ-શો

સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્વારા પ મી જાન્યુઆરી રવિવારે બપોરે 3 થી રાત્રી 10 સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ – શો…

સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્વારા પ મી જાન્યુઆરી રવિવારે બપોરે 3 થી રાત્રી 10 સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ – શો નુ આયોજન કરવામા આવેલ છે. આ ડોગ – શો મા રપ થી વધુ પ્રજાતિના પ00 થી વધુ શ્ર્વાનો સમગ્ર ગુજરાતમાથી રાજકોટ ખાતે આવવાના છે. આ શો મા નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો હાજર રહેશે.

છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમા શ્ર્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે હાલમા 1પ હજાર થી વધુ ડોગલવર્સ શ્ર્વાનો પાળી રહયા છે. આ શો મા પોમિરયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન ગોલ્ડન રીટરીવર, સેનબર્નાડ, બિગલ, હસ્કી, સિટઝુ, ચાંવચાવ, ચિવાવા જેવા વિવિધ શ્ર્વાનો ભાગ લેવાના છે. શ્ર્વાનમાલિકોને સારવાર, સાર-સંભાર જેવિ માહિતી પણ આપવામા આવશે. આ શો મા વિવિધ ડોગફુડ અને મેડિસીન બાબતે પણ માર્ગદર્શન આપશે.
ડોગ-શો મા ભાગ લેવા માટે નજીકના રર્જીસ્ટટ પેટ – શોપ ખાતે રજીસ્ટ્રેશન કરવી લેવુ ફરજીયાત છે. તેના સિવાય શો મા એન્ટ્રી મળશે નહી. વિશેષ વિગત માટે સંસ્થાના પ્રમુખ મો. 9825440045 પર સંપર્ક કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *