મારી શાંતિને નબળાઇ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી આપવામાં આવે એ જરૂરી નથી

ગુજરાતમાં ધારાસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં હાકલા પડકારા શરૂ થયા છે અને 11 વર્ષ બાદ ‘પાસ’ના પૂર્વ કનવીનર દિનેશ બાંભણીયાએ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ગુમાવ્યાનો…

ગુજરાતમાં ધારાસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં હાકલા પડકારા શરૂ થયા છે અને 11 વર્ષ બાદ ‘પાસ’ના પૂર્વ કનવીનર દિનેશ બાંભણીયાએ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ગુમાવ્યાનો મુદ્દો ઉઠાવ્યા બાદ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપર દબાણ વધ્યુ છે ત્યારે હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં કરેલી એક પોસ્ટથી અનેક તર્ક-વિતર્કો શરૂ થાય છે.

હાર્દિક પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂૂરી નથી. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પણ થોડા સમય પહેલાં પાટીદાર સમાજની એકતાના આહ્વાનને સમર્થન આપતી પોસ્ટ કરી હતી. આ સંજોગોમાં તેમની આ નવી અને ગંભીર ચેતવણીભરી પોસ્ટને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાજકીય વિશ્ર્લેષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ સૂચક પોસ્ટને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે હાર્દિક પટેલે આ શબ્દો દ્વારા પોતાના રાજકીય વિરોધીઓ કે જૂના સાથીદારોને સીધો સંદેશ આપ્યો છે. 2027ની વિધાનસભા ચૂંટણીઓ અને પક્ષની અંદર ચાલી રહેલા આંતરિક સમીકરણો સાથે પણ જોડી રહ્યા છે. હાલ તો આ પોસ્ટ પાછળનો સાચો હેતુ શું છે તે અંગે રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓનો દોર યથાવત્ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *