વ્હાઇટ હાઉસમાં દીવાળી ઉજવાઇ: ટ્રમ્પને હનુમાન ચાલીસાની ભેટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી સહિતના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

આ ઉજવણીમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, જાણીતા શેફ વિકાસ ખન્ના, ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ, આઈબીએમના સીએમડી અર્વિંદ કૃષ્ણા, એફબીઆઈ ડિરેક્ટર કશ પટેલ અને માઈક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય, રૂૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજીત મલ્લામ્પાટી, હેતલકુમાર પટેલ અને વ્હાઈટ હાઉસના ઈવેન્ટ્સ અશર અર્વિંદ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા.

ૠઘચશશ ટેકનોલોજીના સ્થાપક વિશાલ ગોંડલે પ્રમુખ ટ્રમ્પ સાથે દિવાળી ઉજવવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો શેર કરતા જણાવ્યું કે, ’પ્રમુખ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટમાં આપવાની તક મળી જે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. ’ તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો અને અંધકાર પર પ્રકાશના વિજય માટે પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *