અમીન માર્ગ પર ડુંગર દરબારથી 1કિ.મી લાંબી અદ્ભૂત આકર્ષક શોભાયાત્રાથી ધ્વજાજીનું સામૈયું: સમગ્ર વૈષ્ણવો, દરેક સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો શોભાયાત્રામાં જોડાશે: ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત
વૈષ્ણવ સંપ્રદાયમાં ’ધ્વજાજી’ ના પૂજન અને ધ્વજા આરોહણનું અન્નય મહત્વ છે. વૈષ્ણવોના હદયમાં બિરાજતા ઠાકોરજીના રાજસ્થાનમાં સ્થિત પવિત્ર ધામ શ્રી નાથદ્રારા થી સ્વયં ઠાકોરજી સ્વરૂૂપે આવતા ’ધ્વજાજી’ ના સ્વાગત, દર્શન અને સામૈયા કરવા રાજકોટની જનતામાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહયો છે. રાજકોટ ની શાન જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર દાતા મૌલેશભાઈ ઉકાણી પરિવાર આયોજીત ત્રિદિવસીય મનોરથ મહોત્સવ નિમિતે શ્રી નાથદ્રારની ’ધ્વજાજી’ નું ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે વિશાળ શોભાયાત્રા યોજાશે.
રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ખાસ ઉભા કરવામાં આવેલ વૃંદાવન ધામમાં દાનવીર મૌલેશભાઈ ઉકાણીની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવના ભાગરૂૂપે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ પૂર્વ રાજકોટના આંગણે આજે ‘ધ્વજાજી’ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે. શ્રીનાથદ્રારાના પૂજ્ય વિશાલ બાવાશ્રી ચાર્ટર પ્લેન મારફતે શ્રીનાથદ્રારાની ‘ધ્વજાજી’ લઇ રાજકોટ ખાતે પધારશે. એરપોર્ટ થી ‘ધ્વજાજી’ ને સૌપ્રથમ કાલાવડ રોડ સ્થિત બાનલેબની ઓફીસે પધરામણી કરવામાં આવશે. ત્યારબાદ ડુંગર દરબાર અમીન માર્ગના છેડે થી સ્પીડવેલ પાર્ટી પ્લોટ રાધીકા ફાર્મ સુધી ‘ધ્વજાજી’ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે.
આજ રોજ રાજકોટ ના આંગણે યોજાનાર આ ભવ્ય શોભાયાત્રામાં દરેક સમાજના બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભકતો જોડાશે. શોભયાત્રા ના રૂૂટમાં વિવિધ સ્થળોએ 30 જેટલી લાઇવ મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે. રંગબેરંગી ધ્વજા પતાકા સાથે સંપૂર્ણ માર્ગને સુશોભીત કરાયો છે. બે ઘોડાસવારી, 50 સોફાધારી યુવાનો ની બુલેટ સાથે, નાસિક બેન્ડના 45 જેટલા આર્ટીસ્ટોની બેન્ડ વાજાની જમાવટ, શોભાયાત્રાની આગળ અને પાછળ બે ડી.જે. વાન રહેશે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષા હેતુ પાઇલોટીંગ પોલીસ વાન ધર્મયાત્રા ની આગળ રહેશે. શોભાયાત્રાના રૂૂટ પર વિવિધ સ્થળ પર ‘ધ્વજાજી’ ના સામૈયા અને દર્શન થઇ શકે તે માટે 8 જેટલા આકર્ષક સુશોભીત સ્ટેજ બનાવાયા છે. જયાં શોભાયાત્રા પહોંચતાની સાથે જ ‘ધ્વજાજી’ પર ઉપસ્થિત ભાવીકો પુષ્પવર્ષા કરશે.
શોભાયાત્રાના સમગ્ર રૂૂટ ને હોર્ડીંગ્સ – બેનરથી સુશોભીત કરાયા છે. ગઈઈ ની 150 વિદ્યાર્થીઓની એક ટીમ શોભાયાત્રામાં પરેડ સાથે જોવા મળશે. યજમાન ઉકાણી પરિવારના મૌલેશભાઈ ઉકાણી, નટુભાઇ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા આમંત્રીત મહેમાનો આ ધર્મયાત્રામાં જોડાશે. શાવર મશીન વાન દ્રારા ઠેરઠેર માર્ગ પર ગુલાબની પાંદડીઓની પુષ્પવર્ષા થશે. આ ધર્મયાત્રામાં 5 જેટલી વિન્ટેજ કાર, જેને 30 જેટલા પરંપરાગત સુશોભીત છત્રીઓ સાથેના સિપાઇઓ કવર કરશે.
રાજકોટના આંગણે યોજાનાર ભવ્ય ધર્મયાત્રાનો રૂટ
તા. 6 ને રવિવારે યોજાનાર ધર્મયાત્રામાં ‘ધ્વજાજી’ ને એરપોર્ટ થી કાલાવડ રોડ સ્થિત બાનલેબની ઓફીસે લાવવામાં આવશે. ત્યાથી અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી બીગબઝાર થઈ નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઈન રોડ, પાર્ક એવન્યુ સામે, મહાત્મા ગાંધી સ્કૂલ પાસે થઇ, ભારત પેટ્રોલીયમ પાસે થી અલય પાર્ક મેઇન રોડ પર, સિલીકોન વેલી સરદાર વલ્લભભાઈ માર્ગ પર થઇ ને જયભીમ નગર મેઇન રોડ, સ્પીડવેલ ચોક, હવેલી ખાતે થઈ પરસાણા ચોક ન્યુ 150 ફુટ રીંગ રોડ પાસે સમાપન થશે. આ સમગ્ર શોભાયાત્રા દરમ્યાન ભાવીકો ‘ધ્વજાજી’ ના દર્શન અને સામૈયાનો લાભ લઇ શકે તે માટે વિવિધ સ્થળોએ 8 જેટલા સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે.
