પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂૂપે સમીક્ષા બેઠક…

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેતપુર ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમનું રિહર્સલ 23મી જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે યોજાશે.

બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની ગરિમામય ઉજવણી થાય તે માટે જરૂૂરી સંકલન સાથે દરેક વિભાગ પોતાની સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ કરે તે અંગે સૂચનાઓ આપી હતી. તેમણે કાર્યક્રમોની પૂર્વતૈયારી માટે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરી જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરે જેતપુર ખાતે યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથા સલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ,મંડપ તથા માઈક પોડીયમની વ્યવસ્થા, સન્માનપત્રો તૈયાર કરવાં,વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાર્યક્રમનાં સ્થળે મેડીકલ વાહન/એમ્બ્યુલન્સ ઉપસ્થિત રાખવાં,ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂૂરી વ્યવસ્થાઓ બાબતે સવિસ્તાર પરામર્શ કરવામાં આવ્યો હતો. તેમજ વિશિષ્ટ કામગીરી કરેલા નાગરિકોને સન્માનપત્ર વિતરણ દરમિયાન ગોઠવણ અને વ્યવસ્થાપનમાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા કરાયું હતું.

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *