રાજકોટ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજકોટ જીલ્લામાં અપ્રતિમ સફળતા મેળવ્યા પછી રાજકોટ જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકામાં ચુટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહીતના હોદેદારોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ આર્ય, જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ જ્ઞાતિ-જાતીના ભેદભાવોથી દુર રહી વ્યક્તિગત રાજકારણથી દુર રહી હોદેદારોએ હંમેશા જીલ્લાના વિકાસના કામોમાં કાર્યરત રહી ભારતીય જનતા પાર્ટી ઉપર મુકેલા વિશ્વાસને ચરિતાર્થ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે રાજકોટ જીલ્લાનો પ્રત્યેક કાર્યકર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને જન-જન સુધી સરકારની પ્રજાલક્ષી, વિકાસલક્ષી યોજનાઓ પહોચાડી છે તે બદલ તમામ જીલ્લા ભાજપાના હોદેદારો, જીલ્લા મોરચાના હોદેદારો, મંડલના સંગઠનના હોદેદારો, મંડલના બુથ સુધી સંગઠનના પાયાના કાર્યકર્તાઓ તથા પેજ પ્રમુખોનો રાજકોટ જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાએ આભાર વ્યકત કરી કહ્યું હતું કે, રાજકોટ જીલ્લાની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.
