હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયેલું 62,000 ટન LNG સાથેનું જહાજ ‘દિશા’ ગુરુવારે ગુજરાતમાં પહોંચશે

દહેજ પોર્ટ પર આવશે, તમામ ભારતીય કૂ મેમ્બર્સ સલામત હોવાની સરકારની ખાતરી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પછી ખાડી વિસ્તારમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ધીમે ધીમે…

દહેજ પોર્ટ પર આવશે, તમામ ભારતીય કૂ મેમ્બર્સ સલામત હોવાની સરકારની ખાતરી

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પછી ખાડી વિસ્તારમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જ ક્રમમાં ઈરાનની ’ટ્રાફિક સેપ્રેશન સ્કીમ’ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયેલું પહેલું ગેસ જહાજ સફળતાપૂર્વક આગળ વધ્યું છે. પોર્ટ, શિપિંગ અને જલમાર્ગ મંત્રાલય (MoPSW)ના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ સોમવારે જણાવ્યું કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળ મેનેજ કરવામાં આવતું LNG કેરિયર ’ દિશા (Disha)’ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ચૂક્યું છે અને ભારત માટે 62,370 મેટ્રિક ટન LNG કાર્ગો લઈને આવી રહ્યું છે.

શર્માએ જણાવ્યું કે આ જહાજ 18 જૂનના રોજ ગુજરાતના દહેજ પોર્ટ પર પહોંચવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, “હાલમાં LNG કેરિયર ’Disha’ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી ચૂક્યું છે અને 62,370 મેટ્રિક ટન LNG કાર્ગો લઈને આવી રહ્યું છે. ભારત આવતું આ જહાજ 18 જૂને ગુજરાતના દહેજ પોર્ટમાં પ્રવેશ કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (Directorate General of Shipping) દ્વારા, વિદેશ મંત્રાલય, વિદેશમાં આવેલા ભારતીય મિશન, શિપિંગ કંપનીઓ અને અન્ય સંબંધિત પક્ષો સાથે સતત સંકલન રાખી રહ્યું છે. જેથી હોર્મુઝમાં ફસાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે વતન વાપસી કરી શકે.

તેમના જણાવ્યા મુજબ, મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા કંટ્રોલ રૂૂમએ શરૂૂ થયા પછી અત્યાર સુધીમાં 12,700થી વધુ ફોન કોલ અને 28,000થી વધુ ઈમેલ સંભાળ્યા છે. છેલ્લા 96 કલાકમાં, નાવિકો, તેમના પરિવારજનો અને દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પાસેથી કુલ 406 કોલ અને 784 ઈમેલ મળ્યા છે. મંત્રાલયે અત્યાર સુધી 3,587થી વધુ ભારતીય નાવિકોની સુરક્ષિત વાપસીમાં મદદ કરી છે, જેમાં છેલ્લા 96 કલાકમાં 50 નાવિકોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *