ઈન્દ્રભારતી બાપુ સામે અમરગીરી બાપુના ગંભીર આક્ષેપોથી ખળભળાટ
ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલના મહાશિવરાત્રી પર જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન બાદ શરૂૂ થયેલા વિવાદના વંટોળમાં હાલ એક સાધુએ ઝંપલાવી મહંત ઈન્દ્રભારતી બાપુ પર નિશાન સાધી ચોંકાવનારા નિવેદનો આપતા ભારે ખળભળાટ મચ્યો છે. ભવનાથ ગાદીના દાવેદાર સાધુ અમરગીરીબાપુએ ઈન્દ્રભારતી બાપુનું નામ લઈ તેમની પર તાજેતરમાં વિશ્વ કક્ષાએ ચર્ચાસ્પદ ’એપ્ટીનની ફાઇલ કરતા પણ વધારે અશોભાયમાન છોકરીઓ સાથે વર્તન તથા ચરસ, ગાંજા સહિતના કેફી પદાર્થની આશ્રમમાં હેરફેર, સાથે જ બે નંબરના ધંધા ઈન્દ્રભારતી બાપુ કરતા હોવાના આરોપ લગાવ્યા છે, ત્યારે આ મામલે હાલ માહોલ ગરમાયો છે.
વિગતે વાત કરીએ તો, દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર જૂનાગઢ ગિરનારની તળેટીમાં નાગા સાધુઓની રવેડી પૂર્ણ થયા બાદ ભવનાથના મંદિરમાં આવેલા મૃગીકુંડમાં રાતે શાહી સ્નાન થાય છે. જ્યાં આ વખતે સાધુ સંતોની સાથે કીર્તિ પટેલે પણ સ્નાન કરતા નવો જ વિવાદ ઉઠ્યો છે. જે વિવાદ બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપોના નિવેદનો આપતા આ મામલો હાલ ગરમાયો છે, ત્યારે આ વિવાદ વચ્ચે ભવનાથ દાદીના દાવેદાર સાધુ અમરગીરીબાપુએ પણ ઈન્દ્રભારતી બાપુ પર નિશાન સાધીને નિવેદનો આપતા ભારે ખળભળાટ મચ્યો છે. અમરગીરીબાપુએ એક વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે, ’હું ચોખ્ખી વાત કરું છું હું ઇન્દ્રપુરી ભારતી કે કોઈનાથી ડરતો નથી. હું તો એક સાધુ સન્યાસી છું, નાગા સન્યાસી છું.
ડરવાની તો વાત જ નથી અને ખુલીને વાત કરું છું કે, ઈન્દ્રભારતી બાપુના બે આશ્રમ છે. તેમાં એક આશ્રમ રુદ્વરૈશ્વર જાગીરમાં જે સંચાલન છે, ત્યાં દીકરીઓ જોડે જેવું વર્તન થાય છે એ એપ્ટીનની ફાઇલ ખુલી, એના કરતા પણ વધારે શોભાયમાન નથી. વીઆઈપી ગેટમાં છોકરીઓ લાવતા હોય છે.’
આટલું જ નહીં અમરગીરીબાપુએ વધુમાં જણાવ્યું કે, ’આ આશ્રમ(રુદ્વરૈશ્વર જાગીર)માં ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા ઈન્દ્રભારતી બાપુ ચલાવે છે. તમામ બે નંબરનો ધંધો કરે છે. જેથી તેમનું આસન તો તમે જુઓ કરોડો રૂૂપિયાનું આસન છે.
તેમને રાજાની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે. તે આ તમામ બે નંબરના ધંધામાંથી આવેલા રૂૂપિયામાંથી જ આવ્યું છે.’ ખાસ ભવનાથ મંદિરનો ઉલ્લેખ કરીને અમરગીરીબાપુએ કહ્યું કે, ’ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવામાં તેણે ઘણા પ્રયત્નો કર્યા છે. અમારા ગુરુનું મર્ડર કરવામાં એનો હાથ છે. માટે આમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.’
