જન્માષ્ટમીના મેળાઓમાં રાઇડ ચકાસવાની જવાબદારી અધ્યાપકોને સોંપાતા નારાજગી

જન્માષ્ટમીના મેળામાં રાઈડ્સ તૂટવા જેવી દુર્ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપકોને રાઈડ્સની ચકાસણીની કામગીરી સોંપી છે. રાજકોટ,…

જન્માષ્ટમીના મેળામાં રાઈડ્સ તૂટવા જેવી દુર્ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપકોને રાઈડ્સની ચકાસણીની કામગીરી સોંપી છે. રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં 3-4 અધ્યાપકોને આ કામગીરી અપાઈ છે. જેના કારણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે, કેમ કે શિક્ષણ કાર્યને નુકસાન થઈ રહ્યું છે.

આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને રાજ્યમાં વિવિધ જિલ્લાઓ-તાલુકાઓમાં યોજાતા મેળાઓમાં રાઈટ્સ તૂટવા સહિતની કોઈ ઘટના ન બને તે માટે સરકારે મેળાઓમાં રાઈડ્સની ચકાસણીની કામગીરી સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપકોની સોંપી છે. જેને લઈને અધ્યાપકોમાં નારાજગી પણ છે. કારણકે રાઈડ્સની ચકાસણીમાં રોકાયેલા શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસને પણ નુકશાન થાય છે.

રાજ્યમાં આગામી જન્માષ્ટમીના લોક મેળાઓના ઈન્સપેક્શન માટે ગૃહ વિભાગ એમ્યુઝમેન્ટ પાર્ક એન્ડ રાઈડ સેફટી નોટિફિકેશન 2024 મુજબ દરેક જિલ્લાના કલેક્ટરને રાઈડ ચકાસણી માટે કમિટી બનાવવાની સત્તા અપાઈ છે. જે અંતર્ગત રાજ્ય,બોર્ડ ક કોર્પોરેશનના વર્ગ-2થી નીચે ન હોય તેવા અધિકારીઓનો સમાવેશ કરાયો છે. સરકારના નોટિફિકેશન મુજબ ક્વોલિફાઈડ અને ડિગ્રી ધરાવતા ઈલેક્ટ્રિકલ, સિવિલ તેમજ મિકેનિકલ એન્જિનિયરને દ્વારા ઈન્સપેક્શન કરાવવાનું હોવાથી સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજોના આ વિભાગના અધ્યાપકોને પણ કામે લગાડવામાં આવ્યા છે.

હાલ રાજ્યમાં અમરેલી, મોરબી, જૂનાગઢ, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાની તેમજ રાજ્યના અન્ય કેટલાક જિલ્લાની સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજો-પોલિટેકનિકોના ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ બ્રાંચના અધ્યાપકોને મેળાઓ-ગેમ ઝોનમાં ઈલેક્ટ્રિક સીસ્ટમ ઈન્સ્ટોલેશન ચકાસણી, રાઈડ્સનું ઈન્સ્ટોલેશન ચકાસણી સહિતની કામગીરી સોંપવામાં આવે છે. દરેક કોલેજમાં 3થી 4 અધ્યાપકોને આ માટે ઓર્ડર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *