વ્યાયામ શિક્ષકોની 1141 જગ્યા ઉપર સીધી ભરતી થશે

ગુજરાત સરકાર 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરશે. SAT પરીક્ષાના મેરીટના આધારે પસંદગી થશે અને વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા…

ગુજરાત સરકાર 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરશે. SAT પરીક્ષાના મેરીટના આધારે પસંદગી થશે અને વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ 1,141 જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે SAT પરીક્ષાના મેરીટને આધાર બનાવવામાં આવશે. જે ઉમેદવારોએ જઅઝ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હશે, તેમના મેરીટના આધારે સીધી પસંદગી કરવામાં આવશે. આ નિર્ણયથી શાળાઓમાં રમતગમતનું સ્તર સુધરશે અને યુવાનોને રોજગારીની મોટી તક મળશે.

સરકારે ઉમેદવારોની લાગણીને ધ્યાને રાખીને વય મર્યાદામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.મહત્તમ વયમર્યાદા 35 વર્ષથી વધારીને 38 વર્ષ કરવામાં આવી છે.અનામત વર્ગ (SC/ST/OBC/EWS) આ વર્ગના ઉમેદવારો 43 વર્ષ સુધીની ઉંમર સુધી અરજી કરી શકશે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે અનામત વર્ગની મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *