ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ગુજરાત ભરના વકિલોના મતદાનમાં પ્રથમ ક્રમાકે આવનાર જાગૃત બાર કાઉન્સીલના સભ્ય અને પૂર્વ ચેરમેન દિલીપ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની જનરલ કાઉન્સીલ મીટીંગમાં નિમણુક કો.ચેરમેન, સહ-અધ્યક્ષ તરીકે કરતા ગુજરાતના વકિલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. વકિલોના કોઈ પણ પ્રશ્ને લડતા જાગૃત સાથી દીલીપ પટેલ દ્વારા બાર કાઉન્સીલની છેલ્લે બે-બે ટર્મ સૌથી વધુ મતથી જીતનાર સભ્ય બનેલ હતા અને છેલ્લા 20 વર્ષથી બાર કાઉન્સીલના વિવિધ હોલ ઉપર રહી ચુકેલા છે.
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નિમણુક થયા બાદ ભારતના વિવિધ બાર કાઉન્સીલો તથા વિવિધ રાજયોમાં જઈ અને વકિલો માટે પ્રવાસ કરેલો હતો. સાથે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના તમામ મેમ્બરો તથા ચેરમેન સાથે ખૂબ જ નીકટના સંબંધો કેળવી અને તમામ બી.સી.આઈ.ના મેમ્બરોમાં લોકપ્રિય બનેલ એવા દીલીપ પટેલની સહ-અધ્યક્ષ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા જેવી 23 લાખ વકિલોની સંસ્થામાં નિમણુક થતા તમામ વકિલોમાં યોગ્ય વ્યક્તિને નિમણુક આપેલ હોવાનું માનેલ છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા હોય કે કોઈપણ બાર એસોસીયેશન હોય કે કોઈ પણ વિકલ હોય તેના માટે રાત-દિવસ, તડકો-છાયો જોયા વગર મદદે જનાર દિલીપ પટેલને ચારે કોરથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાંકીત પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજની સાથે વકિલાતમાં ડગ માંડનાર દીલીપ પટેલે વકિલાત સાથે રાજકિય કારકિર્દી પણ સફળતા પૂર્વક પાર પાડેલ હતી. વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, પૂર્વ મંત્રી ગોવીંદભાઈ પટેલ સાથે ભા.જ.5.માં કોર્પોરેટર તરીકે જંગી લીડથી ચુંટાઈ અને વોર્ડના કાર્યર્તામાં લાગણી ઉભી કરેલ હતી. આ ઉપરાંત બાર કાઉન્સીલની સાથે ગુજરાત લીગલ સેલના સહ ક્ધવીનર તરીકે ક્ધવીનર જે.જે. પટેલ સાથે છેલ્લા 16 વર્ષ ગુજરાતમાં વકિલોમાં ભાજપ તરફી વાળવામાં અને બાર એસોસીયેશનમાં ભાજપની પેનલને બહુમતીથી ચૂંટી અને ભાજપમાં વકિલોને ભેળવેલ હતા.
