શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં લાગશે અંતિમ મહોર
અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલતા તણાવ અને સંઘર્ષને અંત આપવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સ અને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફે ડિજિટલી ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ (MoU) પર સહી કરી છે. આ સમજૂતીના ઔપચારિક સહી સમારોહનું આયોજન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવશે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે આ MoUમાં 60 દિવસના યુદ્ધવિરામ, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને ઈરાન પર અમેરિકી અવરોધ હટાવવાની વ્યવસ્થા સામેલ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે વાઈસ પ્રેસિડેન્ટ વેન્સ આ ઔપચારિક સમારોહમાં હાજર રહેશે. તેમણે સમજૂતીની વિગતો જલ્દી જાહેર કરવાની જાહેરાત પણ કરી છે. વેન્સે એબીસી ન્યૂઝ અને ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પણ આ વિકાસની પુષ્ટિ કરી છે.
આ સમજૂતીને સકારાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે, પરંતુ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે આ માત્ર શરૂૂઆત છે. તેમણે જણાવ્યું કે અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને અમે અવિશ્વાસના આધારે આગળ વધીશું. આ સમજૂતી અર્થતંત્રમાં સુધારો લાવી શકે તેવી આશા વ્યક્ત કરી છે. ટેક્નિકલ વાતચીત આ અઠવાડિયે શરૂૂ થશે અને સેન્ક્શન્સ તેમજ ફ્રોઝન ફંડ્સની છૂટ આપવી ઈરાનના પાલન પર આધારિત રહેશે.
વેન્સે જણાવ્યું કે સમજૂતીમાં ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં બનાવે, ખરીદે કે મેળવે તેવી ખાતરી સામેલ છે. તેમ છતાં પરમાણુ કાર્યક્રમ અંગે અલગ વાતચીત ચાલુ રહેશે. અમેરિકા હાલમાં પોતાની સેન્ય તૈનાતીમાં કોઈ ફેરફાર નહીં કરે, પરંતુ અંતિમ સમજૂતી પછી જ તેની સમીક્ષા કરવામાં આવશે.
આ વિકાસ મધ્ય પૂર્વમાં તનાવ ઓછો કરવા તરફનું મહત્વનું પગલું છે. વૈશ્વિક બજારો અને તેલની અમદાની પર તેની સકારાત્મક અસર પડી શકે છે. આ સમજૂતીને અમલમાં મૂકવા માટે આગામી દિવસોમાં વધુ વાતચીત અને તપાસ થવાની છે. વિશ્વની નજર હવે 19 જૂનના સ્વિટ્ઝર્લેન્ડ સમારોહ પર છે.
