રાંચીમાં સ્પીડમાં કાર ચલાવવા બદલ ધોનીને ફટકારાયો દંડ

તાજેતરમાં રહેણાંક જમીનના વ્યાપારી ઉપયોગની પણ નોટિસ મળી છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને રાંચીના રાજકુમાર, કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીની કારને…

તાજેતરમાં રહેણાંક જમીનના વ્યાપારી ઉપયોગની પણ નોટિસ મળી છે

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને રાંચીના રાજકુમાર, કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીની કારને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા અને ઝડપથી વાહન ચલાવવા બદલ ₹1,000 નો દંડ ફટકારવામાં આવ્યો. ધોનીની કાર લગભગ 91 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી, જ્યારે નિર્ધારિત ગતિ મર્યાદા 60 કિલોમીટર પ્રતિ કલાક છે. રાંચીમાં રોડસાઇડ કેમેરાએ તેની મર્સિડીઝ કારનો ઓવર સ્પીડનો ફોટો ક્લિક ર્ક્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કારને વધુ ઝડપે વાહન ચલાવવાના કારણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹1000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસ ઝારખંડ દ્વારા જારી કરાયેલ ચલણમાં લખ્યું છે કે 1 માર્ચ, 2026 ના રોજ, મહેન્દ્ર સિંહ ધોનીની મર્સિડીઝ કાર રાંચીના કાંકે રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, અને કાર રસ્તા પર લગભગ 91 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. આ મોટર વાહન અધિનિયમ 1988નું ઉલ્લંઘન છે, જેના કારણે સામાન્ય દંડ તરીકે ₹ 1000 નું ચલણ જારી કરવામાં આવ્યું છે.

દરમિયાન, થોડા દિવસો પહેલા જ ઝારખંડ રાજ્ય ગૃહ નિર્માણ બોર્ડે ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી હતી. આ નોટિસ રાંચીના હર્મુ વિસ્તારમાં તેના નિવાસસ્થાન માટે ફાળવવામાં આવેલી જમીનના વ્યાપારી ઉપયોગ અંગે મોકલવામાં આવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે આ પ્લોટ ફક્ત રહેણાંક હેતુઓ માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *