વિસાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ધારીના 12ના છાત્રનું મોત

ધારીમાં રહેતો અને ધો.12 પાસ કરી ગાંધીનગરમાં કોલેજ કરવા જાય તે પૂર્વે જ કાકાના બાઈક પાછળ બેસી પીપળીયાથી ધારી ગામે યુવાન જઈ રહ્યો હતો ત્યારે…

ધારીમાં રહેતો અને ધો.12 પાસ કરી ગાંધીનગરમાં કોલેજ કરવા જાય તે પૂર્વે જ કાકાના બાઈક પાછળ બેસી પીપળીયાથી ધારી ગામે યુવાન જઈ રહ્યો હતો ત્યારે વિસાવદર પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધારીમાં આવેલા શિવનગરમાં રહેતો દર્શિલ અરવિંદભાઈ પટોડીયા નામનો 18 વર્ષનો યુવાન ગત તા.28નાં રોજ પોતાના કાકા રાજુભાઈ બાલુભાઈ પટોડીયાના બાઈક પાછળ બેસી પીપળીયા ગામથી ધારી જતો હતો ત્યારે વિસાવદર રોડ પર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક દર્શિલ પટોડીયા બે ભાઈમાં નાનો હતો અને રિબડા સ્વામીનારાયણ સ્કૂલમાં ધો.12 પાસ કર્યુ હતું અને હાલ ગાંધીનગરમાં આવેલી કોલેજમાં એડમીશન લીધું હતું. દર્શિલ પટોડિયા પોતાના મુળ ગામ પીપળીયા ખાતે ગયો હતો અને જ્યાંથી કાકા સાથે બાઈકમાં પરત ફરતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *