ઠાકરના કાર્યકાળમાં વિકાસની વણઝાર, અઢી વર્ષમાં 4414 કરોડના કામો કર્યા

912 દિવસના શાસનમાં દરરોજ 4.80 કરોડના કામને મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકરનો અઢી વર્ષનો કાર્યકાળ આજરોજ પૂર્ણ થતાં તેમણે કરેલા વિકાસસીલ કામોની હારમાળા…

912 દિવસના શાસનમાં દરરોજ 4.80 કરોડના કામને મંજૂરી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકરનો અઢી વર્ષનો કાર્યકાળ આજરોજ પૂર્ણ થતાં તેમણે કરેલા વિકાસસીલ કામોની હારમાળા સર્જાઈ છે. છેલ્લા અઢી વર્ષમાં રાજકોટનાં વિકાસને વેગ આપી જયમીનભાઈ ઠાકરે રૂા.4414.10 કરોડના જુદા જુદા કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી દરેક વિસ્તારમાં ફોર્સથી પીવાના પાણી માટે 700.17 કરોડના વોટર વર્કસના અને 421.36 કરોડના ડીઆઈ પાઈપલાઈનના તથા 1111.71 કરોડના ખર્ચે રસ્તા કામ તેમજ 361 કરોડના બ્રીજ તથા 2295.98 કરોડના ડ્રેનેજ અને 212.28 કરોડના લાઈબ્રેરી, શાળા તેમજ રિનોવેશન વોર્ડ ઓફિસ સહિતના કામોનો સમાવેશ થાય છે.

જયમીનભાઈ ઠાકરના ચેરમેન તરીકેના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન છેલ્લા અંદાજીત અઢી વર્ષ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજે ₹4414.10 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં ₹1111.71 કરોડના ખર્ચે રસ્તાકામ, ₹700.17 કરોડના ખર્ચે વોટર વર્ક્સના કામ, ₹421.36 કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન, ₹361.12 કરોડના ખર્ચે બ્રીજ ના કામ, ₹295.58 કરોડના ખર્ચે ડ્રેનેજ કામ, કુલ ₹212.28 કરોડના ખર્ચે નવા બાંધકામ જેમાં શાળા અને લાઇબ્રેરી બિલ્ડીંગ, ₹110.91 કરોડના ખર્ચે બિલ્ડિંગ કામ(રીપેરીંગ વગેરે), ₹103.10 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફીસ/નવીનીકરણ સહિતના કામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ₹89.80 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ સાધનો/નિભાવ, ₹72.18 કરોડના ખર્ચે મેનપાવર/ઇન્ટરશીપ, ₹68.33 કરોડના ખર્ચે રમત ગમત/સ્નાનાગાર, ₹66.94 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક, ₹65.12 કરોડના ખર્ચે ગાર્ડન, ₹57.59 કરોડના ખર્ચે પાઇપ ગટર, ₹57.04 કરોડના ખર્ચે સુએજ પમ્પીંગ સ્ટેશનના કામ, ₹54.31 કરોડના ખર્ચે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ(સફાઇ), ₹51.32 કરોડના ખર્ચે સી.સી. કામ, ₹48.39 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ/પાર્ટી પ્લોટ, ₹43.87 કરોડના ખર્ચે વોંકળા કામ, ₹41.27 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ/ફેન્સીંગ પેનલ, ₹39.15 કરોડના ખર્ચે વાહન ખરીદી, ₹37.09 કરોડના ખર્ચે નવી ઝોન ઓફીસ /આંગણવાડી, ₹36.26 કરોડના ખર્ચે ઝૂ/એનિમલ હોસ્ટેલ, ₹32.94 કરોડના ખર્ચે કલ્વર્ટ(બોક્સ/પાઇપ/સ્લેબ), ₹32.28 કરોડના ખર્ચે નવુ આરોગ્ય કેન્દ્ર/લેબોરેટરી, આરોગ્ય વિભાગ માટે ₹20.33 કરોડ ખર્ચ ફાળવણી, ₹19.34 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇન/બોર રીચાર્જ, ₹19.28 કરોડના ખર્ચે મશીનરી/સાધન સામગ્રી, ₹17.01 કરોડના ખર્ચે આવાસ યોજના/રીનોવેશન, સ્મશાન માટે ₹15.68 કરોડ ખર્ચ ફાળવણી, ₹14.65 કરોડના ખર્ચે લાઇટીંગ, ₹10.57 કરોડના ખર્ચે ફુટપાથ/ડિવાડર, કાર્યક્રમ માટે ₹10.22 કરોડનું ખર્ચ, ક્ધસલ્ટન્સી માટે ₹6.38 કરોડનું ખર્ચ, ₹4.67 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, નાણાંકીય સહાય/સંચાલન ગ્રાન્ટ માટે ₹3.77 કરોડનું ખર્ચ, આર્થિક તબીબી સહાય માટે ₹3.34 કરોડનું ખર્ચ, ₹1.37 કરોડ સહિતના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.

વધુમાં, ₹89.20 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ/વૃક્ષારોપણ, લાઇબ્રેરી ગ્રાન્ટ માટે ₹67.85 લાખ, ₹50.59 લાખના ખર્ચે સ્કુલ બેગ, ₹49.01 લાખના ખર્ચે ડી.જી. સેટ/મેન્ટેનન્સ, રેનબસેરા/આશ્રયસ્થાન(સહાય) માટે ₹28.80 લાખ, ₹23.47 લાખના ખર્ચે ચેઇનલીંક જાળી/વાયર ફેન્સીંગ, ₹23.07 લાખના ખર્ચે ગણવેશ ખરીદીના કામ મંજુર કરવામાં આવેલ છે.આમ, અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ મળી 48 મીટીંગો મળેલ જે અંતર્ગત કુલ મળી અંદાજિત ₹4414.10 કરોડ મુજબ દૈનિક સરેરાશ અંદાજીત ₹4.84 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

અગત્યના કામો
દરેક વોર્ડમાં કોમ્યુનીટી હોલ
દરેક વોર્ડમાં આધુનિક વોર્ડ ઓફિસનું આયોજન
દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર
દરેક વોર્ડમાં આધાર કેન્દ્ર કાર્યરત
દરેક વોર્ડમાં આંગણવાડીનું આયોજન
દરેક આંગણવાડીમાં વોટર કુલર તથા વોટર પ્યુરીફાયર
દરેક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તથા અન્ય મિલ્કતો પર સોલાર રૂફટોપનું આયોજન
દરેક ઝોનમાં સ્પોર્ટ્સ સંકુલનું આયોજન
દરેક ઝોનમાં પાર્ટી પ્લોટનું આયોજન
દરેક ઝોનમાં નવી શાક માર્કેટનું આયોજન
દરેક ઝોનમાં મહિલા હોકર્સ ઝોનનું આયોજન
M નવા ’સાઉથ ઝોન’ નું આયોજન
હયાત 07 ફાયર સ્ટેશન સહિત 17 વોર્ડમાં ફાયર સ્ટેશનનુ આયોજન
આ 10 થી વધુ વોર્ડમાં ડી.આઈ. પાઈપલાઈનનું કામ પુર્ણ
પદાધિકારીઓને ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં વધારો
નાયબ કમિશનરને પોતાના ઝોનમાં વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી
સ્માર્ટ સોસાયટીને આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટમાં વધારો
શહેરમાં નવા મોડલ એન્ટ્રી ગેઈટનું આયોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *