દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ.ને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ પદક સાંપળ્યો છે. જિલ્લાના એકમાત્ર અધિકારીને આ નોંધપાત્ર એવોર્ડ પ્રાપ્ત થતાં એલસીબી સાથે જિલ્લા પોલીસનું પણ ગૌરવ વધ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક પણ શાખામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ધંધુકા તાલુકાના જીંજર ગામના મૂળ વતની ભાર્ગવભાઈ દેવમુરારીની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આને અનુલક્ષીને શનિવારે પોલીસ અકાદમી- કરાઈ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહના ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિગેરેની ખાસ ઉપસ્થિતિ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ના આ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા જિલ્લાના એકમાત્ર પોલીસ અધિકારી બી.એમ. દેવમુરારીએ એવોર્ડ હાંસલ કરતા તેમણે એલસીબી વિભાગ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું પણ ગૌરવ વધાર્યું છે.
