તોતિંગ ભાડા ભરવા છતાં એસ.ટી. બસમાં મુસાફરોના જીવ પર જોખમ

રાજ્ય સરકાર દ્વારા એસ.ટીમાં 1 ઓગસ્ટ 2023 માં 25% જેવો તોતિંગ ભાડા વધારો કરવામાં આવેલ હતો. ત્યારબાદ ટૂંકા ગાળામાં તાજેતરમાં ફરીથી 10% ભાડા વધારો કરવામાં…

રાજ્ય સરકાર દ્વારા એસ.ટીમાં 1 ઓગસ્ટ 2023 માં 25% જેવો તોતિંગ ભાડા વધારો કરવામાં આવેલ હતો. ત્યારબાદ ટૂંકા ગાળામાં તાજેતરમાં ફરીથી 10% ભાડા વધારો કરવામાં આવતા મુસાફરો પાસેથી અંદાજે વાર્ષિક 1500 કરોડ રૂૂપિયા આવક એસ.ટીને થઈ છે. ડીઝલના ભાવો ઘટવા છતાં એસ.ટી એ ભાડા ઘટાડો કરવા ને બદલે વધારેલ છે. ત્યારે એસ.ટી.ના ભાડા વધારો કરવાની મંજૂરી એ શરતે આપી હતી કે આધુનિક ઇન્સ્ફાસ્ટ્રક્ચર સાથે મુસાફરોને સારી સુવિધા આપવી. પરંતુ તેમ છતાં મુસાફરોને દુવિધા આપવામાં આવે છે અને મુસાફરો માથે મોતની લટકતી તલવાર સમાન ભંગાર અને ખખડધજ બસો પણ ઓન ધ રોડ ચલાવવામાં આવે છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલ રાજ્યભરમાં અંદાજે 8550 થી વધુ બસોમા 28 લાખ મુસાફરો રોજિંદી મુસાફરી કરી રહ્યા છે ત્યારે એસ.ટી તંત્ર દ્વારા ફરિયાદ માટે કોઈ જાતનો ટોલ ફ્રી નંબર જાહેર કરેલ નથી. કંડકટર ફરિયાદ બુક રાખતા નથી અને ટ્રાફિક કંટ્રોલરો ફરિયાદ બુકો આપવામાં ઠાગાઠૈયા કરે છે અને અધિકારીઓને બોલાવી અધિકારીઓની મંજૂરી હોય તો જ ફરિયાદ બુક કે સૂચન બુક આપવામાં આવે છે. મુસાફરોને પોતાની ફરિયાદ કે સૂચન નો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. ફરિયાદ માટે ઓનલાઇન નો હઠાગ્રહ રાખવામાં આવે છે. એ બાબત યોગ્ય એટલા માટે નથી કે દરેકને આ ઓનલાઇન સિસ્ટમ મા ફરિયાદ કરતા આવડતું નથી ખુદ ડ્રાઇવર માંથી એ.ટી.આઈ બનેલા અધિકારીઓને પણ ટપ્પા પડતા નથી.

એસ.ટી તંત્ર દ્વારા ફરિયાદ અંગે કોઈ નંબર જાહેર ન કરતા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર 94262 29396 જાહેર કરતાની સાથે આ નંબર ઉપર એસ.ટીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ભંગાર અને ખખડધજ બસો, કોન્ટ્રાક્ટરો અને ડેપો મેનેજરોની તાનાશાહી, દાદાગીરી, આપખુદશાહી અને મુસાફરોને પડતી અગવડતા અંગે રાજ્યભરમાંથી સતત ફરિયાદો મળતી રહે છે અને તે ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે મુસાફર હિતરક્ષક સમિતિ સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *