ભાવનગર જિલ્લાના મહેસુલી મહેકમના કર્મચારી મેહુલ એન. ભટ્ટ, નાયબ મામલતદાર, મભોયો-કોર્પોરેશન કચેરી, ભાવનગર તા.17/3/2026 ના રોજ કેફી પીણુ પીધેલી હાલતમાં મધ્યાહન ભોજન યોજના, કોર્પોરેશન, પરિમલ ચોક પાસે જોવા મળતા તેઓને નશાવાળી હાલતમાં પોલીસ દ્વારા પૃચ્છા અર્થે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ જ્યાં તેમના વિરુદ્ધ તા.17/3/2026ના રોજ ઋઈંછ નોંધી ધોરણસરની અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ તા.6/5/2026 ના રોજ સાંજે મજકુર કર્મચારી ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં માનસદર્શન કોમ્પલેક્ષ પાસે નશાની હાલમાં જોવા મળતાં, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા મેહુલ એન. ભટ્ટની ધરપકડ કરવામાં આવેલ જે અંગેના સમાચારો સોશિયલ મીડીયામાં પ્રસિદ્ધ થયેલ છે.
મજકુર કર્મચારીએ વારંવાર ગુજરાત રાજય સેવા (વર્તણુંક) નિયમો-1971 ના નિયમોનો ભંગ કરેલ હોવાનું સ્પષ્ટ થતું હોય, ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971 ની જોગવાઈ હેઠળ અત્રેના તા.8/5/2026ના હુકમથી મેહુલ એન.ભટ્ટને ફરજ મોકુફ કરવામા આવેલ છે. ફરજ મોકૂફી દરમ્યાન મજકુરનુ મુખ્ય મથક મામલતદાર કચેરી, ગારીયાધાર ખાતે રાખવામા આવેલ છે.આ અંગે જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ જણાવ્યું હતું કે જિલ્લાના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા આવી વર્તણુક ચલાવી લેવાશે નહિ તેમજ કાર્યવાહી કરવામાં આવશે.
જૂનીગોરખી ગામેથી દારુ ઝડપાયો
ભાવનગરની તળાજા પોલીસે રાત્રે જૂનીગોરખી ગામના એક ગોટા નામના ઈસમ પાસેથી વિલાયતી દારૂૂની છ બોટલ કબ્જે લીધાબાદ પોલીસે ત્રીજું લોચન ખોલ્યુહતું. જેમાં ગોટો બોલી ગયો હતોકે ઉંદરડી પાસેથી લાવ્યો છું.જેને લઈ પોલીસે તેમના રહેણાક સ્થળે રેડકરતા કુલ 246 બોટલ મળી આવતા રૂૂ.73800ની કિંમત નો જથ્થો કબ્જે લીધોહતો. પો.કો.લાલજીભાઈ શિયાળ એ નોંધાવેલ ફરિયાદ મુજબ બાતમી ના આધારે જૂનીગોરખી ગામે ઉભેલા વિપુલ ઉર્ફે ગોટો નારુંભાઈ જાબુંચા ની તલાશી લેતા તેઓના કબ્જામાંથી 6 બોટલ નાનીમળી આવી હતી.તેઓએ પોલીસ ને ફટાફટ જણાવી દીધું હતુંકે વિશાલ ઉર્ફે ઉંદડી પાસે થી લાવ્યો છું.પોલીસે અહીંથી રેડ દરમિયાન વધુ 240 બોટલ કબ્જે લીધી હતી.
જોકે ઉંદડી મળી આવ્યો ન હતો. ઉલ્લેખનીય છેકે તાજેતરની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી સમયે અહીં દારૂૂનું મોટાપાયે વેચાણ મુખ્યમુદ્દો બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સૌથીવધુ કટિંગ થતું હોવાનું બુટલેગર લોબીમાં ચર્ચા છે. હારજીત નું કારણ પણ વધેલું દુષણ જ કહેવાય છે
