સોનોગ્રાફી, લેબ સહિતના રિપોર્ટસની ચકાસણી કરી: સ્ટાફને વિવિધ સૂચના આપી
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા (ઈંઅજ)નાં માર્ગદર્શન હેઠળ ઉપરાંત નાયબ કમિશ્નર મનીષ ગુરવાની દ્વારા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ તથા શ્રેષ્ઠ ગુજરાત યોજના હેઠળ તમામ જોખમી અને અતિ જોખમી સગર્ભા માતાનું સોનોગ્રાફી તપાસ દર ત્રણ માસે થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ મુજબ કામગીરીનું સુચારૂૂ અમલીકરણ શરુ કરવામાં આવેલ. આ અંતર્ગત નાયબ કમિશ્નર (આરોગ્ય) મનીષ ગુરવાની દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતેના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંકશન પ્લોટની મુલાકાત લેવામાં આવેલ. મુલાકાત દરમિયાન નાયબ કમિશનર દ્વારા તમામ સ્ટાફની નિયમિતતા ચકાસણી ઉપરાંત દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓ સ્ટોક, લેબોરેટરી સેવાઓ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા બાબતે પોતાના અગત્યના સૂચનો કર્યા હતા. આ ઉપરાંત તમામ આરોગ્યની કામગીરી અંગે મેડીકલ ઓફિસરની સમીક્ષા કરેલ હતી.
ઉપરાંત આરોગ્ય કેન્દ્રનાં એક સગર્ભા લાભાર્થી કે જેઓ હાઈ રિસ્ક સગર્ભા હતા તેમનાં નિવાસસ્થાને પહોંચી સગર્ભાવસ્થા દરમિયાન તપાસ, સોનોગ્રાફી, લેબ રીપોર્ટસ ઉપરાંત ખાસ કરીને સરકારી યોજનાઓના લાભ ઉપરાંત કુટુંબ કલ્યાણ પદ્ધતિઓનાં સ્વીકાર બાબતે ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાત અંગેની ખરાઈ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત તમામ સગર્ભાઓની સોનોગ્રાફી તપાસ દર ત્રણ માસે એકવાર થાય તે સુનિશ્વિત કરવા આરોગ્ય અધિકારી અને અન્ય સ્ટાફને સુચના આપવામાં આવેલ. આ ઉપરાંત ખાસ કરીને દરેક જોખમી સગર્ભા ધરાવતી બહેનોની મેડીકલ ઓફિસર ઉપરાંત ગાયનેકોલોજિસ્ટ દ્વારા મુલાકાત થાય તે બાબતે ભાર મૂકવામાં આવેલ.
