નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કેસરિયો રોડ શો

ત્રિકોણબાગથી જૂના રાજકોટમાં વેપારીઓ સાથે સીધો લોકસંપર્ક, પ્રબુધ્ધ નાગરિકો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન વોર્ડ નં.10, 11, 12, 14 અને 5ના મધ્યસ્થ કાર્યાલયોની પણ…

ત્રિકોણબાગથી જૂના રાજકોટમાં વેપારીઓ સાથે સીધો લોકસંપર્ક, પ્રબુધ્ધ નાગરિકો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન

વોર્ડ નં.10, 11, 12, 14 અને 5ના મધ્યસ્થ કાર્યાલયોની પણ મુલાકાત

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહોળી બહુમતીથી જીત હાંસલ કરે તે માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ શહેરમાં પહોંચ્યા છે. રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રોડ શો, વેપારી સંપર્ક સાંજે 6.00 કલાકેથી રાજકોટના ત્રિકોણબાગથી ધીકાંટા રોડ, કંસારા બજાર, સોની બજારના ઢાળીયા થી માંડવી ચોક, પેલેસ રોડ સ્વામીનારાયણ મંદિર, દિવાનપરા પોલીસ ચોકી પાસેથી મામા સાહેબ મંદિરના રોડ શો દરમ્યાન વેપારી સંપર્ક સાથે ભવ્ય રોડ શો યોજવામાં આવશે. આ રોડ શો નું સંકલન અને વ્યવસ્થા નિતીનભાઈ ભારદ્વાજ, દેવાંગભાઈ માંકડ અને દિનેશભાઈ કારીયા સંભાળી રહ્યા છે. આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના શહેર મહિલા મોરચાના બહેનો સાથે મહિલા કાર્યકર્તાઓ કેશરી રંગના ડ્રેસ કોડમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

તેમજ યુવા મોરચા, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કેશરી રંગના સાફા અને ટોપી સાથે અને ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથે ઉપસ્થિત રહી સમગ્ર રોડ શો ને કેસરીયા રંગે રંગી દેવાયો હતો. આ રોડ શો નું મુખ્ય આર્કષ્ણ નાસિક ઢોલ, શણગારેલી છત્રી સાથે પરંપારિક વેશ ભુષા સાથે યુવાનો રહ્યા હતાં. ત્યારબાદ સાંજે 7.30 કલાકે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં સયાજી હોટલ ખાતે પ્રબુધ્ધ નાગરિકો અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે રાઉન્ડ ટેબલ મીટીંગ તથા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંકલન રાજકોટ શહેર પૂર્વ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા કરી રહયા છે.

ત્યારબાદ ક્રમશ:રાજકોટ શહેરની ચારેય વિધાનસભાના અલગ અલગ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ હાલમાં ચાલી રહેલ,રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી પ્રચાર પ્રસારની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરશે અને વોર્ડના મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કરશે.

આ અંગે માહિતી આપતાં રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર ખુબ જોર શોરથી ચાલી રહ્યો છે, કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા પ્રચારના વિવિધ માધ્યમોથી ઘર ઘર સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તેમના ઉત્સાહમાં વધારો કરવા અને ચુંટણી પ્રચારની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી જયારે રાજકોટના પ્રવાસે છે ત્યારે રાજકોટના વોર્ડ નં. 10, 11,12,14 અને 5 ના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત જવાના છે અને ત્યાંઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને રૂૂબરૂૂ મળી તેમના ઉત્સાહમાં વધારો કરી વધુ જનુનથી કામે લાગી જવા હાકલ પણ કરશે.

રોડ શોમાં 47 સભ્યોની ટીમ દ્વારા સંચાલન; રૂટ ઉપર 11 ગેટ, પાણીની 12 હજાર બોટલ

ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની રેલીનો માર્ગ વોર્ડ નં.7ના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. કેન્દ્રના ભાજપ નેતાઓના આકર્ષક બોકસ ડિઝાઈન સમગ્ર માર્ગ પર સ્થાપિત કરવામાં આવ્યા છે. તથા 11 સુંદર રીતે સજાવાયેલા પ્રવેશ દ્વારે (ગેટસ) દ્વારા ભવ્ય સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે. રેલીમાં નાસિક ઢોલના ગાજતા તાલ, રંગીન રાસ મંડળીના પ્રદર્શન અને ધમાલ ગ્રુપના ઉર્જાસભર કાર્યક્રમો દ્વારા ઉત્સવમય માહોલ સર્જાશે. સાથે જ સજાવટ કરેલા છત્રીઓ (છત્ર) પણ રેલીમાં આકર્ષણ વધારશે. રાજકોટની ગરમીને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર યોગ્ય અંતરે આશરે 12,000 પીવાના પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી હાજર રહેનાર લોકોને સુવિધા મળે. આ તમામ આયોજન 47 સભ્યોની ટીમ દ્વારા સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યું છે. જેનું માર્ગદર્શન દેવાંગભાઈ માંકડ દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે કૌશિકભાઈ ચાવડા, સંદીપભાઈ ડોડીયા, મનીષભાઈ ચન્દીરામાની, અનિરૂધ્ધ વાળા, મૌલીક પઢીયાર, રોહિતભાઈ થાપા, મોહિતભાઈ ગણાત્રા, મોહિલભાઈ ભીમજીયાણી, પાર્થભાઈ ચૌહાણ, નિકુંજભાઈ વૈદ્ય, વર્શીતભાઈ મોજરીયા, અશોકભાઈ સામાણી, લલિતભાઈ પરમાર, વિશાલભાઈ જાદવ, કિશનભાઈ ભટ્ટ, ભાગ્યેશભાઈ શાહ વિશેષ ફાળો રહ્યો છે, જેના કારણે સમગ્ર આયોજન ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર બન્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *