યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી આજ સવારથી દ્વારકાના પ્રખ્યાત રૂૂક્ષ્મણી મંદિર રોડ તરફના જબણી બાજૂના તરફ કાચા ઝુપડાઓ તેમજ પાકા મકાનો પાડવા બુલડોઝર લૈઇ તંત્ર પહોચી ગયેલ હતું. બે દિવસ પહેલાજ દ્વારકા એસડીએમ તેમજ પાલીકા ચિફ ઓફિસર સહિતના અધિકારીઓ ત્યા સરકારી જગ્યા પર દબાણ કરેલ હતા તેઓને સ્વછીક્ત દબાણ હટાવી લેવા બે દિવસની મુદત આપી હતી. મુદત પુરી થતા જ તંત્ર દબાણ હટાવા બે જેસીબી ટ્રેકટરો સહિત પહોચી ગયેલ હતું. અને દબાણ હટાવવાનું શરૂૂ કરાયું હતું.
દ્વારકાના બસસ્ટેન્ડ થી રૂૂપેણ બંદર સુધીમાં ભુમાફિયાઓએ સરકારી કરોડો રૂૂપિયાની લાખો ફુટ જગ્યામાં જુદા જુદા વ્યતિઓએ રીક્ષા બાઇકો જેવા શો રૂૂમો બનાવી દિધા છે. તેમજ હોટલો રેસીડેન્ડ જેવા અનેક વિવિધ પાકા બાંધકામો રોડ ટચ ખડકી દિધેલ હોય તેઓને તંત્ર દ્વારા આજથી અંદાજીત એક માસ પહેલા જ સાત દિવસમાં સ્વછીક્ત દબાણ હટાવી દેવામાં માટેની નોટીસો ફડકારી હતી. તે નોટીસોની મુદત પણ પુરૂૂ થૈઇ ગયેલ હોય ત્યારે તંત્ર ત્યા કયારે ડીમોલેશન કરાશે તેવા સવાલો ઉભા થયા છે.દ્વારકાથી વરવાળા છ કિલોમીટર સુધી મોટા માથાઓએ દબાણો કરેલ તેઓ તંત્રને દેખાતા નથી ? દ્વારકા શહેરમાં અનેક હોટલો ગેરકાયદેસર હોય ભાજપનાજ હોદેદારોએ અને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જગ્યાઓમાં દબાણો કરી દિધા હોય ત્યારે તંત્રને એ કેમ ધ્યાને આવતું નથી. તેવું લોકો કહી રહ્યા છે. માત્ર નાના માણસોના દબાણો હટાવી તંત્ર ઉચ્ચ કક્ષાએ દબાણ હટાવ ઝુંબેસ ઉચ્ચ કક્ષાએ કામગીરી બતાવી સંતોષ માણે છે.