જેતપુરની બે માથાભારે મહિલાના ગેરકાયદેસર મકાનનું ડીમોલિશન

  રાજકોટ જીલ્લામાં ગુડો તત્વોની વિરૂૂધ્ધમાં શરુ કરેલી કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતી બે મહિલાના ગેરકાયદેસર મકાનને તોડી પાડવામાં આવ્યું હતું.…

 

રાજકોટ જીલ્લામાં ગુડો તત્વોની વિરૂૂધ્ધમાં શરુ કરેલી કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતી બે મહિલાના ગેરકાયદેસર મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસ ઉપરાંત મામલતદાર કચેરી તથા જેતપુર-નવાગઢ નગરપાલીકા તથા પીજીવીસીએલની ટીમ સાથે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગુજરાત રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાય ગુજરાત રાજ્યમાં રહેતા અસામાજીક કૃત્ય કરનાર ઇસમોની યાદી તૈયાર કરી, તાત્કાલીક તેઓની વિરૂૂધ્ધમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ અને જેતપુર ડિવીઝનના ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંક મકાન તથા અન્ય મિલ્કત બાબતેની ખરાઇ કરી, ગેર કાયદેસર બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ડો.એમ.એમ.ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.ડી.મેતા સહિતની ટીમે અવાર નવાર મિલ્કત સબંધી તથા શરીર સબંધી તથા પ્રોહીબીશન તથા જુગારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનું લીસ્ટ તૈયાર કરી, મામલતદાર જેતપુર શહેર/ગ્રામ્ય તથા જેતપુર-નવાગઢ નગરપાલીકાની ટીમ તથા તાલુકા વિકાસ અધિકારી, તથા પીજીવીસીએલની ટીમ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા, ઇસમોને તેઓના રહેણાંક મકાન/મિલ્કતના દસ્તાવેજો રજુ કરવા નોટીસ આપેલ હતી અને ગેર કાયદેસર વીજજોડાણ અંગે તપાસ કરેલ હતી.

જેમાં નરસંગ ટેકરી, ભાદરના સામાકાંઠે, જેતપુરની શારદાબેન હમીરભાઇ વેગડા અને રેખાબેન લલીતભાઈ વેગડાનું ભાદરના સામાકાંઠે, નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ અનઅધિકૃત દબાણ વાળો બંગલો/ગોડાઉન દુર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *