વાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

રૂા.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારના…

રૂા.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારના રોજ વાવડીના સર્વે નંબર 149 માં આવેલી 5000 ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેમને બજાર કિંમત અંદાજિત 50 કરોડથી પણ વધુ થવા જાય છે.

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં સર્વે નંબર 149 પૈકીની સરકારી જમીન પર ખડકાયેલા કુલ 20 જેટલા કાચા-પાકા ઝૂંપડાઓ તેમજ લારીઓ સહિતના તમામ અનઅધિકૃત દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાલી કરાવવામાં આવેલી આ 5000 ચો.મી. જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 50 કરોડ રૂૂપિયા જેટલી થવા જાય છે.

તા. 23/12/2025 ના રોજ સવારથી જ તાલુકા મામલતદાર મકવાણા તેમજ તલાટી મંત્રી, મહેસૂલ વિભાગ અને સ્થાનિક તંત્રની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. લાંબા સમયથી આ જમીન પર દબાણ હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના આધારે આજે આખરે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *