લક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશન

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપીના રોડ ઉપર થયેલાદબાણ અને મનપાના અલગ અલગ હેતુ માટે ફાળવેલા પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાનીકામગીરી પુરજોશથી શરૂ…

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપીના રોડ ઉપર થયેલાદબાણ અને મનપાના અલગ અલગ હેતુ માટે ફાળવેલા પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાનીકામગીરી પુરજોશથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ કાલાવડ રોડ લક્ષ્મીના ઢોરા પર વાણીજય હેતુના મનપાના પ્લોટ ઉપર વર્ષોથી ખડકાયેલા 12 પાકા મકાનોનું ડિમોલેશન કરી રૂપિયા 108.15 કરોડની 11036 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

ડે. મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીના આદેશ મુજબ વેસ્ટઝોન, સીટી ઈજનેર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અનઅધિકૃત બાંધકામ દૂર કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં ટીપી સ્કીમ નંબર 10 મોટા મૌવા અંતિમ ખંડ નબર 73-બી વાણીજય વેચાણ માટેના તાલુકા પોલીસ સ્ટેશનની સામે કાલાવડ રોડ લક્ષ્મીના ઢોરા ઉપર વર્ષો પહેલા થઈ ગયેલા બાદ અલગ અલગ આસામીઓના પાકા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલેશનના કારણે વાણીજ્ય વેચાણ માટે રાખવામાં આવેલ હાલની બજારકિંમત મુજબનો 108.15 કરોડનો 11036 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
મનપા દ્વારા આજે કાલાવડ રોડ ઉપર લક્ષ્મીના ઢોરા પર એક સાથે 12 પાકા મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવેલ આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખામાં વેસ્ટ ઝોનના આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનનાં આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા ઙ.ૠ.ટ.ઈ.ક.નો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *