દર્શિતાબેન બાદ ભાજપના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા મેદાને
ધર્મસ્થળોની આસપાસ મિલકતો ખરીદી વિધર્મીઓ નોનવેજના ધંધા કરતા હોવાની રજૂઆત
ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા થોડા દિવસ પહેલા જ અશાંતધારો ભંગ થઈ રહ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને શંકાસ્પદોની પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનો કલેકટર પ્રભવ જોશીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વધુ ત્રણ વોર્ડમાં અસાંતધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. જેમાં વોર્ડ નંબર 07,08,14 જેવા કે પ્રહલાદ પ્લોટ, કરણપરા, વર્ધમાનનગર, સોની બજાર, જયરાજ પ્લોટ, લક્ષ્મીવાડી, લક્ષ્મીનગર, દિવાનપરા, ગુંદાવાડી, રાધાનગર, નંદકિશોર, કૃષ્ણનગર, અનુપમાનગર, રાજનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી અશાંતધારા અંગે રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી. મારા દ્વારા પણ છેલ્લા છ મહિનાથી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી હતી. ત્યારે આજે વોર્ડ નંબર 7,08,14 વિસ્તારો આગેવાનો સાથે કલેકટરને રજૂઆત કરી છે. આગામી દિવસોમાં કલેકટર દ્વારા હવે રાજ્ય સરકારને આ ફાઇલ મોકલવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિધર્મીઓ સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિર, હવેલી, દેરાસર જેવા ધર્મ સ્થળો કેટલાય મંદિરો નજીક મકાન લઈને અને અલગ અલગ બિનઅધિકૃત પ્રવૃત્તિઓ પણ આના દ્વારા કરવામાં આવી આવી રહી છે. જ્યાં તે પોતાના ઘરની બાજુમાં જ નોનવેજને લારીઓ, ઈંડાની લારીઓ અને રોડ ઉપર તેમનો કચરો પણ ફેક તેમની રજૂઆત પણ મેં કોર્પોરેશનને પણ કરવામાં આવી છે.