દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા

દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…

દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સ્વરૂૂપ નગરમાં બની હતી. મૃતદેહ એટલી હદે સડી ગયો હતો કે ફોરેન્સિક ટીમોને તેનું લિંગ નક્કી કરવામાં પણ મુશ્કેલી પડી હતી. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં ચાર લોકોને આરોપી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમાં 16 થી 17 વર્ષની વયના ત્રણ સગીરોનો સમાવેશ થાય છે. ચોથા આરોપીની ઓળખ શિવમ ઉર્ફે સુદામા તરીકે થઈ છે. આ મામલો 13 સપ્ટેમ્બરની સવારે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પોલીસને સ્વરૂૂપ નગરમાં કુશક રોડ નજીક ખેતરમાં એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે કિશોરી અને આરોપીઓ એકબીજાને ઓળખતા હતા. કથિત રીતે, કિશોરી પર બળાત્કાર અને હત્યા કરતા પહેલા આરોપીઓએ એક ટેમ્પોની અંદર સાથે મળીને દારૂૂ પીધો હતો.

વધુમાં, પોલીસે જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓએ કિશોરીના શરીરના કેટલાક ભાગો ખાઈ લીધા હતા અને તેનો એક હાથ ખેતરમાં અલગ પડેલો મળી આવ્યો હતો. પીડિતાના પરિવાર દ્વારા તેના ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી; પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તે અવારનવાર ઘર છોડીને જતી રહેતી અને થોડા દિવસો પછી પાછી આવતી હતી.

પોલીસે જણાવ્યું હતું કે 50થી વધુ સીસીટીવી (ઈઈઝટ) કેમેરાના ફૂટેજનું વિશ્ર્લેષણ કરીને તેમણે આ કેસ ઉકેલ્યો છે. તેમણે શંકાસ્પદ રીતે હલનચલન કરતા એક ટેમ્પોને ટ્રેસ કર્યો હતો. અંધારા અને ઓછી દૃશ્યતાને કારણે શરૂૂઆતમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર જાણી શકાયો ન હતો. બાદમાં વાહનને શોધી કાઢવામાં આવ્યું હતું અને તે ખડ્ડા કોલોનીમાં પાર્ક કરેલું મળી આવ્યું હતું. ટેમ્પો ચાલકને અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને તેની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. તેની પૂછપરછને પગલે પોલીસ અન્ય ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ સુધી પહોંચી હતી અને પરિણામે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *