પૃથ્વી શોને અંતે દિલ્હીએ 75 લાખમાં ખરીદી લીધો

મંગળવારે મૂકેલી ભાવુક પોસ્ટ કામ કરી ગઇ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણકુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શનમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને ખરીદીને પોતાની ટીમમાં ફરી…

મંગળવારે મૂકેલી ભાવુક પોસ્ટ કામ કરી ગઇ

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણકુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શનમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને ખરીદીને પોતાની ટીમમાં ફરી સામેલ થવાનો અવસર આપ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં આશા વ્યક્ત કરી છે કે પૃથ્વી શો આ વખતે નવી અવસરનો પૂરો લાભ ઉઠાવશે.

બીજી તરફ, પૃથ્વી શોએ મંગળવારે શરૂૂઆતની નિરાશા બાદ મીડિયામાં જે ભાવુક પોસ્ટ મોકલી એ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. પૃથ્વી શોને મંગળવારે પહેલા બે રાઉન્ડમાં કોઈએ પણ નહોતો ખરીદ્યો. તેણે 75 લાખ રૂૂપિયાની મૂળ કિંમત રાખી હતી. તેને 2018માં દિલ્હીએ જ સૌથી પહેલાં ખરીદ્યો હતો. ત્યારે પૃથ્વીના સુકાનમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો હતો. પૃથ્વીની ગણના ભાવિ ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં થતી હતી. જોકે સાત સીઝન સુધી દિલ્હી વતી રમનાર પૃથ્વીને 2025ની આઇપીએલ પહેલાં આ ટીમને હરાજી માટે છૂટો કરી દીધો હતો અને ત્યારે તેને એક પણ ફ્રેન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *