પહેલગામ હુમલાના વિરોધમાં દિલ્હી બંધ: હાથ પર કાળી પટ્ટી પહેરી ઓવૈસીએ નમાજ પઢી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના એલાનના પગલે આજે દુકાનો બજાર બંધ રહ્યા હતા. સરદાર બજાર, ભગીરથ પ્લેસ, ગાંધીનગર, નયા બજાર,…

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના એલાનના પગલે આજે દુકાનો બજાર બંધ રહ્યા હતા.

સરદાર બજાર, ભગીરથ પ્લેસ, ગાંધીનગર, નયા બજાર, ખારી બાઓલી, ચાવરી બજાર, ચાંદની ચોક, જામા મસ્જિદ અને હૌઝ કાઝી સહિત સમગ્ર દિલ્હીમાં 100 થી વધુ બજારો આજે બંધમાં ભાગ લઈ રહ્યા છે. કાપડ, મસાલા, વાસણો અને બુલિયન ઉદ્યોગોના વેપારી સંગઠનો પણ બંધમાં જોડાયા છે. ગાંધીનગરમાં એશિયાનું સૌથી મોટું હોલસેલ ગાર્મેન્ટ માર્કેટ પણ સમર્થનમાં બંધ રહ્યું હતું.

દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ હાથ પર કાળી પટ્ટી બાંધીને શુક્રવારની નમાજ અદા કરી. લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયામાં શુક્રવારની નમાજ દરમિયાન પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અઈંખઈંખ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ કરવા અને જીવ ગુમાવનારા 28 લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા હાથ પર કાળી પટ્ટી બાંધીને શુક્રવારની નમાજ અદા કરી હતી. તેણે તેના એકસ (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરી અને મુસ્લિમોને અપીલ કરી, પહેલ ગામમાં નિર્દોષ ભારતીયો વિરુદ્ધ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કૃત્યનો વિરોધ કરવા માટે જુમ્મા નમાઝના દિવસે તમારા હાથ પર કાળી પટ્ટીઓ પહેરો.

પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓ પર ગુસ્સે ભરાયેલા અસદુદ્દીન ઓવૈસીએ ગઈ કાલે હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતુાં
કે, આ બાસ્ટર્ડ્સ નિર્દોષ લોકોને તેમનું નામ અને ધર્મ પૂછીને મારી રહ્યા છે. તેણે પહેલગામ હુમલાને માનવતા પર હુમલો ગણાવ્યો અને કહ્યું કે આતંકવાદીઓ પ્રાણીઓથી પણ ખરાબ વર્તન કરે છે. ઓવૈસીએ કહ્યું કે આતંકવાદના મૂળને ખોદી કાઢવો પડશે. તેમણે સરકારને તેને જડમૂળથી દૂર કરવા માટે જરૂૂરી પગલાં લેવા વિનંતી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *