મોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણય

ખાડી દેશોમાં યુધ્ધના ભડકાએ મોરબી સિરામિક ઉદ્યોગ સુધી અસર કરી છે ગેસની કટોકટીથી ધીરે ધીરે એકમો બંધ થતા જોવા મળ્યા હતા અને હવે સિરામિક એસો…

ખાડી દેશોમાં યુધ્ધના ભડકાએ મોરબી સિરામિક ઉદ્યોગ સુધી અસર કરી છે ગેસની કટોકટીથી ધીરે ધીરે એકમો બંધ થતા જોવા મળ્યા હતા અને હવે સિરામિક એસો દ્વારા મીટીંગ યોજી તમામ એકમો શટડાઉન લેશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધ બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુસ બંધ કરી દેતા ગેસ અને તેલની કટોકટી સર્જાઈ હતી હાલ વાતચીત કરી ભારત સરકાર પોતાના શીપ રવાના કરવા માટે ઈરાનને મનાવી રહ્યું છે જોકે ગેસ કટોકટીથી મોરબી સિરામિક ઉદ્યોગ બંધ કરવાની નોબત આવી છે અત્યાર સુધીમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો વપરાશ કરનાર 400 થી વધુ સિરામિક એકમો બંધ થઇ ચુક્યા છે અને આજે સિરામિક એસોની મીટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે શટડાઉન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંગે માહિતી આપતા સિરામિક એસો પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે મીટીંગમાં તમામ એકમો 20-25 દિવસનું વેકેશન લે અને શટડાઉન કરે તેવો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે એકમો શટડાઉન લઈને મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ શરુ થયા બાદ નવા ભાવ મુજબ કોસ્ટિંગ કાઢી યુનિટો ફરી શરુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *