આણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણય

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ (રૂડા) હેઠળ આવતાં વિસ્તારોના વિકાસલક્ષી કામ માટે આજે મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક મળી હતી. જેમાં રિંગ રોડ-2ની…

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ (રૂડા) હેઠળ આવતાં વિસ્તારોના વિકાસલક્ષી કામ માટે આજે મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક મળી હતી. જેમાં રિંગ રોડ-2ની કનેકટીવીટી આણંદપર (નવાગામ) અને સોખડાના વિકાસ માટે એક નવી દિશા સમાન ટી.પી.સ્કીમ નં.40/2 બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આણંદપર (નવાગામ) અને સોખડા બન્નેની હદ નક્કી કરવા બોર્ડ બેઠકમાં ઠરાવ થયો હતો.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે રોજ 182મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.39/1(બેડી) અને સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.40/1આણંદપર (નવાગામ)-સોખડાની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી અપાઈ હતી.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.40/2 આણંદપર(નવાગામ)-સોખડાબનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત તરઘડી ગામ થી બાઘીગામના રોડની બાકી રહેતી આશરે 2.50 કી.મી. લંબાઈમાં અંદાજીત રૂૂ.6.84 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ.

ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીના પ્રતિનિધિ તરીકે આઈ.એસ.આહીર, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે એ.એસ.ઝાંપડા, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે આર.ડી.પરમાર તથા છખઈના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *