કોઠારિયામાં દેવામાં ડૂબેલા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

ભોમેશ્ર્વરમાં યુવાને ફિનાઈલ અને ગોંડલ રોડ ઉપર પ્રૌઢાએ ઝેરી દવા પીધી શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિતળાધારમાં રહેતા આધેડે દેવુ વધી જતાં ચિંતામાં ઝેરી દવાપી…

ભોમેશ્ર્વરમાં યુવાને ફિનાઈલ અને ગોંડલ રોડ ઉપર પ્રૌઢાએ ઝેરી દવા પીધી

શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિતળાધારમાં રહેતા આધેડે દેવુ વધી જતાં ચિંતામાં ઝેરી દવાપી લીધી હતીં. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં આવેલ શિતળાધાર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રામ પ્રસાદ જેસવાલ નામના 50 વર્ષના આધેડ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યાંરે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં સંજયભાઈ જેસવાલ મુળ ઉત્તર પ્રદેશના વતની છે. અને કારખાનામાં કામ કરે છે. સંજયભાઈ જેસવાલ ઉપર દેવુ વધી જતાં એની ચિંતામાં સંજયભાઈ જેસવાલે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં ભોમેશ્ર્વર વાડીમાં રહેતા સુમિત રાજુભાઈ ખંભાયતા ઉ.વ. 21 એ ફિનાઈલ પી લીધું હતું. જ્યારે ગોંડલ રોડ પર રહેતા દક્ષાબેન ભરતભાઈ દોશી ઉ.વ.52એ કોઈ અકળ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવક અને પ્રૌઢાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *