ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોત

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ…

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો

જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશને ગઇકાલે ગાઢ ધૂમ્મસથી કોઈ છુટકારો મળ્યો નહોતો અને ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં કુલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતા.

ઉત્તર પ્રદેશમાં રવિવારે પાછોતરી હવાઓના કારણે ભયાનક ઠંડી પડી હતી. શીતલહેર અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. આગરા, અલિગઢ, બારાબંકીમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. રવિવારે સુલતાનપુર 4.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ સિવાય શીત લહેર અને ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા અકસ્માતોમાં કાનપુરમાં ચાર, બરેલીમાં બે, બાંદામાં બે અને વારાણસીમાં એકનાં મોત નીપજ્યાં હતા.

હવામાન વિભાગે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વના પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાત સાથે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને આગાહી કરી છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જમ્મુને કાશ્મીર સાથે જોડવાની વૈકલ્પિક સુવિધા પૂરી પાડતા મુઘલ અને સિનથાન ટોપ માર્ગો પર ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવાયો હતો.

જોકે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદ છતાં ટ્રાફિક વ્યવહાર ચાલુ રહ્યો હતો. જોકે, પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો 40 દિવસનો ચિલ્લાઈ કલાન શરૂૂ થયો છે ત્યારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સે. નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઈનસ 1.5 ડિગ્રી સે. નોંધાયું હતું. દિલ્હીમાં આ સિઝનમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યા પછી લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સે. પર સ્થિર થયું હતું.

દરમિયાન પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબનું ગુરદાસપુર 6.8 ડિગ્રી સે. સાથે સૌથી ઠંડુ શહેર હતું. હરિયાણાના ભિવાનીમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સે. તાપમા નોંધાયું હતું. જોકે, રાજસ્થાનમાં પારો આંશિક ઉપર ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રાત્રે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું હતું. ઝારખંડમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો.

દિલ્હીથી ઉપડતી 100 ફલાઈટ રદ, 500 ઉડ્ડયનો વિલંબમાં, 50થી વધુ ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું

ગઇકાલે સતત સાતમા દિવસે પણ દિલ્હી અને ઉત્તરીય મેદાનોમાં ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવા ખોરવાઈ ગઈ હતી. ઉડ્ડયન ટ્રેકિંગ ડેટા અનુસાર, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 500 થી વધુ વિલંબ થયો હતો, જેના કારણે ગયા અઠવાડિયામાં 4,000 થી વધુ ફ્લાઇટ્સ ખોરવાઈ હતી. ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી, ઉત્તરીય રેલ્વે નેટવર્ક હેઠળ 50 થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી હતી. કેટલીક ટ્રેનો જેમાં 30 મિનિટથી છ કલાકથી વધુ વિલંબ થયો હતો. અધિકારીઓએ મુસાફરોને મુસાફરી શરૂૂ કરતા પહેલા રીઅલ-ટાઇમ અપડેટ્સ તપાસવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *