કચ્છ
રાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવ
રાતથી પવન નીકળતા તાપમાન ગગડ્યું, અમરેલીમાં પણ પારો 10 ડિગ્રી નીચે
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને ગત રાતથી નીકળેલા પવનોના કારણે સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજકોટ- અમરેલી સહીતના શહેરોમાં તાપમાનનો પારો બે ડીગ્રી જેવો ગગડયો છે. જયારે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે નલિયા ફરી 7.5 ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું છે તો રાજકોટમાં 9.3 અને અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જયારે આગામી બે દિવસ કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.છેલ્લાં દસ દિવસથી રાજકોટમાં શીત લહેર છે. દર વર્ષે કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર જોવા મળતી, પરંતુ આ વર્ષે સૌસરાષ્ટ્રના રાજકોટમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. રાજકોટમાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી. જોકે, આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પહેલીવાર રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ નોંધાય તેવી શક્યતા છે. પરંતુ, અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઠંડી પડી રહી છે, તે મુજબ ડિસેમ્બરના પહેલાં પંદર દિવસમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયુ છે. જે સાબિત કરે છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડીનું જોર વધ્યું છે.
કયાં કેટલું તાપમાન
રાજકોટ 9.3
અમરેલી 9.8
ભુજ 10
નલિયા 7.5
અમદાવાદ 14.8
વડોદરા 12.8
કચ્છ
કચ્છના ઘડુલી નજીક ટ્રેઈલર પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોનાં મોત
પશ્ચિમ કચ્છમાં મોટા પાયે પવનચક્કીઓ લાગી રહી છે, જેથી ભુજ- નખત્રાણા – લખપત હાઈવે સતત ભારે વાહનોથી ધમધમતો હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે ઘડુલી પાસે અકસ્માત થયો હતો, જેમાં બે યુવાનોના મોત થયા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ઘડુલીથી અડધા કિલોમીટર દૂર દયાપર જતા હાઈવે રોડ પર ઘટના બની હતી. જુણાચાયના જાડેજા હઠુભા અને દયાપરના પ્રફુલ્લભાઈ જાદવ બાઈક પર ઘડુલી જતા હતા, ત્યારે હાઈવે પર ઉભેલા પવનચક્કીના લાંબા ટ્રેઈલરમાં પાછળના ભાગે બાઈક ઘુસી જતાં ગંભીર ઈજાઓના કારણે બંનેના મોત થયા હતા. દેહને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.
બંને જણા ઉમરસર નજીક આવેલ લિગ્નાઈટની ખાણમાં નોકરી કરતા હોઈ વહેલી સવારે ફરજ પર જતા હતા, ત્યારે બનાવ બન્યો હતો. બનાવને પગલે હતભાગીના પરિવાર સાથે તાલુકામાં પણ ગમગીની ફેલાઈ હતી. મહત્વનું છે કે, ભારે વાહનોના ચાલકોએ પોતાના વાહનમાં રેડીયમ લગાવવા ફરજીયાત હોય છે અને રોડ પર તેઓ વાહન પાર્ક કરી શકે નહીં, પરંતુ અહીં ગેરકાયદે રીતે રસ્તા પર ટ્રેઈલર પાર્ક કરી દેવાતા અકસ્માત થયો હતો. ભુજ – નખત્રાણા – લખપત વિસ્તારમાં આવા દ્રશ્યો રોજીદા જોવા મળે છે, જેના કારણે અકસ્માત થાય છે. આવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ અને આરટીઓ રોડ પર બેફામ પાર્ક થતા ભારે વાહનોના ચાલકો સામે પગલાં ભરે તેવી માંગણી પણ ઉઠી હતી.
બન્ને મૃતક ઉમરસર આવેલી લગ્નાઈટ ખાણની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા દરમિયાન ગઈકાલે નોકરી પર જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા બન્નેના મોત નિપજ્યા હતાં.
કચ્છ
અંજારમાં બાજરાના રોટલા ખાધા બાદ આઠ લોકોની તબિયત લથડી
અંજારના ગંગા નાકા વિસ્તારમાં બાજરાના રોટલા ખાધા બાદ નાના-મોટા આઠ લોકોની તબિયત લથડતાં સારવાર અર્થે લઇ જવાયા હતા. અંજારના ગંગાનાકા વિસ્તારમાં શાળા નંબર 10 પાસે રહેનાર પરિવારજનોને ગઇકાલે સાંજે અસર થઇ હતી. પરિવારના આઠ લોકોએ બાજરાનો રોટલો ખાધો હતો, બાદમાં તેમને શરીરમાં દુ:ખાવો થતાં તમામને પ્રથમ અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બાદમાં વધુ સારવારની જરૂૂરિયાત જણાતાં તમામને ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમને સારવાર હેઠળ રખાયા હતા. પરિવારના આઠ લોકોને એકીસાથે અસર થતાં ચકચાર પ્રસરી હતી.
કચ્છ
કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે કચ્છની નવી ઓળખ સમા ઘોરડો ખાતેના સફેદ રણની મુલાકાત લીધી હતી અને પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. સફેદ રણમાં મુખ્યમંત્રીએ ઉંટગાડીની સવારી પણ માણી હતી અને પ્રવાસીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળભાઇ બેરા તેમજ સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
-
આંતરરાષ્ટ્રીય1 day ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ક્રાઇમ23 hours ago
ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
-
ગુજરાત23 hours ago
જમીનોના બોગસ દસ્તાવેજોમાં તંત્રની સંડોવણીની આશંકા
-
ગુજરાત23 hours ago
પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 61 વેપારીઓ દંડાયા
-
ગુજરાત24 hours ago
મિલ્કી મિસ્ટ-આબાદ-પારસ ઘીના 6 નમૂના લેવાયા
-
ક્રાઇમ23 hours ago
ડિલકસ ચોકમાં દારૂડિયાઓનું ‘ઢીસુમ ઢીસુમ’
-
આંતરરાષ્ટ્રીય8 hours ago
રશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ